વિરાટ કોહલી ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 10મી વાર ટિમ સાઉદીના હાથે થયા આઉટ
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી ન્યુઝીલેંડ પ્રવાસ પર ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. ક્રાઈસ્ટચર્ચમાં શ્રેણીના બીજા અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે શનિવારે પણ તે ફક્ત 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા ને આ વખતે પણ તેમણે પેસર ટિમ સાઉદીને જ શિકાર બનાવ્યા. આ કુલ 10મી વાર બન્યુ જ્યારે સાઉદીએ ભારતીય સ્ટાર બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
31 વર્ષના કપ્તાન કોહલી આ શ્રેણીના પ્રથમ ટેસ્ટ મેચમાં પણ કંઈક વિશેષ ન કરી શક્યા અને બંને દાવમાં કુલ 21 (2 અને 19) રન બનાવી શક્યા. આ પ્રવાસ પર તેમનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર હૈમિલ્ટન વનડેમાં રહ્યો. જ્યારે તેમણે 51 રનની રમત રમી હતી.
કોહલીએ લીધુ DRS
બીજી ટેસ્ટ મેચમાં લંચ બ્રેક પછી સઉદીએ કોહલીને પરેશાન કર્યો અને તેણે એલબીડબલ્યુ આઉટ કર્યો. કોહલી આ બોલને મિડ ઑનની તરફ રમવા માંગતા હતા પણ મિસ કરી ગયા. કોહલીને આઉટ જાહેર કરવામાં આવ્યો પણ તેમણે ડીઆરએસ લીધુ જે નિષ્ફળ રહ્યુ.
સૌથી વધુ વાર સાઉદીએ બનાવ્યો શિકાર
ઈંટરનેશનલ ક્રિકેટમાં સાઉદીએ કોહલીને 10મી વાર પોતાનો શિકાર બનાવ્યો. ટેસ્ટમાં આ બીજી તક હતી જ્યારે વનડેમાં 6 અને ટી20 ઈંટરનેશનલમાં એકવાર તેઓ આ કીવી પેસરની બોલ પર આઉટ થયા. કોહલીને બધા ફોર્મેટમાં ઓવરઑલ સાઉડીએ જ સૌથી વધુ વાર આઉટ કર્યા છે. સાઉદી પછી ઈગ્લેંડના ઑફ સ્પિનર ગ્રીમ સ્વાન અને પેસર જેમ્સ એંડરસનનો નંબર આવે છે. જેમણે 8-8 વાર કોહલીને શિકાર બનાવ્યો.
21 દાવથી સેંચુરીથી દૂર
કોહલી છેલ્લે 21 વારમાં એક પણ સદી નથી લગાવી શક્યા. તેમણે કલકત્તામાં ગયા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 136 રનની રમત રમી હતી. પણ ત્યારબાદ તેઓ એક પણ વાર ત્રણ અંક સુધીના આકડાનો સ્કોર ન બનાવી શક્યા.