સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2020 (10:03 IST)

NZvsIND 2nd Test: ન્યુઝીલેંડે બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટથી હરાવ્યુ, 2-0 થી કર્યુ ક્લીન સ્વીપ

ન્યુઝીલેંડ ક્રિકેટ ટીમે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા જ દિવસે ભારતને સાત વિકેટથી હરાવીને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વિપ કરી. ભારત દ્વારા આપવામાં આવેલ 132 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેંડે 3 વિકેટ પર 132 રન બનાવીને જીત નોંધાવી. ન્યુઝીલેંડની તરફથી ઓપનિંગ બેટ્સમેન ટૉમ બ્લંડેલ (55) અને ટૉમ લાથમ (52)એ હાફસેંચુરી મારી. બહરતે આજે 6 વિકેટ પર 90 રનથી આગળ રમતા બીજા દાવમાં માત્ર 124 રન પર જ ઓલઆઉટ થઈ ગયુ. જેનાથી ન્યુઝીલેંડને જીત માટે 132 રનનુ લક્ષ્ય મળ્યુ.
 
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી20 સીરીઝ 5-0થી જીત્યા બાદ ભારતીય ટીમને વનડેમાં પણ કિવીઓ તરફથી 0-3થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો હતો, હવે ટેસ્ટમાં પણ 0-2થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલી એન્ડ કંપની માટે આ શરમજનક વાત બની છે.
 
બીજા દિવસની રમતની સમાપ્ત થતા પહેલા ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઇનિંગ રમી 6 વિકેટ ગુમાવ્યા બાદ 90 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે તેની બીજી ઇનિંગમાં ભારતે 4 વિકેટ ગુમાવી 34 રન બનાવ્યા હતા. આ રીતે, ભારતની આખી ટીમ 124 રનના સાધારણ સ્કોર પર તૂટી ગઈ. ભારત તરફથી ચાર રન ફટકાર્યા બાદ બુમરાહ અણનમ રહ્યો. ન્યૂઝીલેન્ડને આ ટેસ્ટ મેચ અને શ્રેણી 2-0થી જીતવા માટે માત્ર 132 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
 
 
39 મી ઓવરના ચોથા બોલ પર ટીમ સાઉદીએ હનુમા વિહારીને પેવેલિયન મોકલ્યો. વિહારીએ 18 બોલમાં 2 ચોગ્ગાની મદદથી કુલ 9 રન બનાવ્યા. આ પછી, બોલ્ટે 40 મી ઓવરના ત્રીજા બોલ પર ઋષભ પંતની વિકેટ પણ મેળવી હતી. પંતે 14 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી પણ 43 મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. શમીએ 11 બોલમાં 5 રન બનાવ્યા હતા.
 
46 મી ઓવરના અંતિમ બોલ પર ભારતીય જોડી વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.જાડેજા રન લેવા માંગતો ન હતો આ કારણે બુમરાહને પાછું જવું પડ્યું હતું. પરંતુ તે તેની ક્રીઝ પર પહોંચે તે પહેલાં જ ગિલી ઉથલપાથલ થઈ ગઈ હતી. બુમરાહે 14 બોલ રમીને 4 રન બનાવ્યા હતા.