રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 માર્ચ 2021 (19:22 IST)

ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ સામે જીતનો મળ્યો ફાયદો, બની દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ

ટીમ ઈન્ડિયાએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર મેચની ટેસ્ટ સિરીઝ 3-1થી જીતી લીધી છે. શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ઇનિંગ્સ અને 125 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં હવે તેનો મુકાબલો ન્યુઝીલેન્ડનો સાથે થશે.  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ જીતવાનો ફાયદો ભારતીય ટીમને થયો છે. ટીમ ઇન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક સ્થાન પર પહોંચી ગઈ છે.
 
તાજેતરની આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં, ટીમ ઈન્ડિયા 122 પોઇન્ટ સાથે ટોચ પર છે. ન્યૂઝીલેન્ડ 118 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. 113 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે અને ચોથા ક્રમે ઈંગ્લેન્ડ છે.
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય સ્પિનરો આગળ તેઓ ટકી શક્યા નહીં અને આખી ટીમ પ્રથમ દાવમાં 205 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.  જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 365 રન બનાવ્યા. પરંતુ બીજી ઇનિંગમાં ઇંગ્લિશ બેટ્સમેન ફરી એકવાર નિષ્ફળ રહ્યા અને આખી ટીમ માત્ર 135 રન જ બનાવી શકી.