રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 જુલાઈ 2019 (15:56 IST)

કેપ્ટન તો કોઈપણ બની શકે છે પણ ધોની જેવો કપ્તાન મળવો મુશ્કેલ

ટીમ ઈંડિયા માટે કપ્તાનના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ જે પણ કર્યુ છે તેને ભૂલી શકાતુ નથી. ધોનીની કપ્તાનીને લઈને તમામ દિગ્ગજ ક્રિકેટર મોટી મોટી વાત કહી ચુક્યા છે. હવે ટીમ ઈંડિયાના પૂર્વ બોલર આશીષ નેહરાએ તેમની પ્રશંસા ખૂબ કરી છે. નેહરાએ કહ્યુ કે ધોની સાચા અર્થમાં લીડર છે. તેમણે કહ્યુ કે સારો કપ્તાન કોઈપણ બની શકે છે પણ ધોની જેવો લીડર બનવુ મુશ્કેલ છે. નેહરાનુ માનીએ તો ધોનીને કપ્તાની સોંપવી એ ભારતીય ઈતિહાસનો ટર્નિંગ પોઈંટ હતો. 
 
 
ધોનીએ પોતાની કપ્તાનીમાં ભારતને 2007માં આઈસીસી વર્લ્ડ ટી20 ચેમ્પિયન બનાવ્યુ હતુ. નેહરાએ કહ્યુ કે આ સફળતા પછી કોઈપણ ક્રિકેટર અભિમાનમાં ચૂર થઈ શકતો હતો પણ ધોની સાથે આવુ ન થયુ. નેહરાએ આઉટલુકમાં લખેલ પોતાની કોલમમાં લખ્યુ, યાદ કરો જ્યારે તેમને કપ્તાની મળી હતી. ત્યારે તે એકદમ નવો ખેલાડી હતો. રાહુલ દ્રવિડ તેમની પહેલા ઈગ્લેંડ પ્રવાસ પર કપ્તાન હતા અને ધોનીને અચાનક કેપ્ટન બનાવી દીધો. ધોનીનુ કપ્તાન બનવુ ભારતીય ક્રિકેટ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈંટ હતો. તે જાણતા હતા કે દબાણનો સામનો કેવી રીતે કરવાનો છે અને તેઓ તેને પોતાના જ દમ પર ઉઠાવે છે. જ્યારે 2011માં વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડમાં ટેસ્ટ શ્રેણી હારી ગઈ તો તે બિલકુલ ગભરાયા નહી. 
 
ધોની દુનિયાના એકમાત્ર એવા કપ્તાન છે જેમની કપ્તાનીમાં ટીમે ત્રણેય આઈસીસી ટ્રોફી જીતી. 2007માં આઈસીસી વર્લ્ડ ટી 20, 2011માં વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયંસ ટ્રોફી ભારતને નામે ધોનીની કપ્તાની હેઠળ જ થઈ.  આ ઉપરાંત ધોનીની કપ્તાનીમાં ટીમ ઈંડિયા ટેસ્ટમાં પણ નંબર 1 ટીમ બની ચુકી છે.