Ind vs Aus 3rd ODI: ટેસ્ટ પછી વનડે સીરિઝ જીતીને કોહલીની ટીમે રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભારતની આ જીતના હીરો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રહ્યા જેમણે મેચમાં છ વિકેટ લીધી. તેમના આ પ્રદર્શનને કારણે સીરિઝના ત્રીજા અને નિર્ણાયક મેચમાં ભારતે આજે અહી ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી પરાજીત કરી દીધુ. ભારતે ઓસ્ટ્રેલિયાને તેના દેશમાં પહેલીવાર દ્વિપક્ષીય સીરિઝમાં હારવાનુ કારનામુ કર્યુ છે. ચહલની જાદુઈ બોલિંગને કારણે ભારતના આમંત્રણ પર પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ 48.4 ઓવરમાં 230 રન પર ઢેર થઈ ગઈ. જવાબમાં ભારતે 231 રનનો ટારગેટ 49.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો. ટીમ ઈંડિયા તરફથી ધોની સૌથી વધુ 87 રન અને કેદાર જાધવ 61 રન બનાવીને અણનમ રહ્યા. વિરાટ કોહલીએ 46 રન બનાવ્યા. શ્રેણીમાં એમએસ ધોનીએ ત્રણ વનડેમાં હાફસેંચુરી લગાવી. પોતાના બેટિંગથી માહીએ એ આલોચકોને કરારો જવાબ આપ્યો. જે તેમની બેટિંગને ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. ભારતે આ પહેલા ઓસ્ટ્રેલિયાને તેના દેશમાં ટેસ્ટ શ્રેણીમાં પણ હરાવવાનુ કારનામુ પહેલીવાર કર્યુ હતુ.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. 27 રન પર ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ખ્વાજા અને માર્શે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ખૂબ ધીમી બેટિંગ કરી હતી. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર કુમાર અને શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. યુજવેન્દ્ર ચહલે સ્ટોઇનિસને 10 રને, ઉસ્માન ખ્વાઝાને 34 રને અને શોન માર્શને 39 રને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપતાં ઓપનર એલેક્સ કેરીને (5 રન) વિરાટ કોહલીના હાથમાં અને એરોન ફિન્ચને (14 રન) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.