ભારતે બાંગ્લાદેશને 208 રનથી આપી હાર, જડેજા-અશ્વિને લીધી 4-4 વિકેટ
ભારતે બાંગ્લાદેશને હૈદરાબાદ ટેસ્ટમાં 208 રનથી હરાવી દીધુ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યાર સુધી રમાયેલ 9 ટેસ્ટમાં ભારતની આ 7મી જીત છે. જ્યારે કે બે મેચ ડ્રો રહી. બંને વચ્ચે ભારતમાં આ પ્રથમ ટેસ્ત મેચ રમાઈ. લંચ પછી ઈશાંત શર્માએ સબ્બી રહેમાન (22 રન)ને એલબીડબલ્યુ કરી બાંગ્લા ટીમને છઠ્ઠ ઝટકો આપ્યો અને ત્યારબાદ જ તેમને મહમૂદુલ્લાહ (64 રન)ને કેચ કરાવી સાતમો ઝટકો આપ્યો. જડેજાએ મેહદી હસનની વિકેટ લઈને મેહમાન ટીમને 8મો ઝટકો આપ્યો. જડેજાએ તૈજુલ ઈસ્લામ (6 રન)ને આઉટ કરી નવમો ઝટકો આપ્યો. આ પહેલા કપ્તાન મુશફિકુર રહીમ (23 રન)ને અશ્વિને જડેજાના હાથે કેચ કરાવ્યો હતો. અશ્વિનની આ ત્રીજી વિકેટ હતી.
બાંગ્લાદેશની 8 વિકેટ સ્પિનર્સે કાઢી
પાંચમા દિવસની શરૂઆતમાં જ ભારતે સફળતા મેળવી. રવીન્દ્ર જડેજાએ શાકિબ અલ હસન(22 રન)ની વિકેટ લઈ લીધી. જડેજાએ શાકિબનો કેચ પકડ્યો. મહમૂદુલ્લાહે વિપરિત પરિસ્થિતિયોમાં પોતાની 13મી હાફ સેંચુરી પ્રી કરી. બાંગ્લાદેશે ચોથા દિવસની રમત ખતમ થતા સુધી ત્રણ વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા હતા.