રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 18 ડિસેમ્બર 2019 (23:42 IST)

India vs West Indies 2nd ODI, ભારતનો 107 રને વિજય

વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં ભારતનો 107 રને વિજય થયો.

ભારત તરફથી ઓપનિંગ જોડી રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલે (102) 227 રનની ભાગીદારીથી 387 રન બનાવ્યા હતા.

કુલદીપ યાદવે હૅટ્રિક લેતાં વિન્ડીઝ ટીમ 278 રન બનાવી ઑલઆઉટ થઈ હતી.

કુલદીપ યાદવ ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં બે વખત હૅટ્રિક લેનાર પહેલા ખેલાડી બન્યા છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈડિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા અને વેસ્ટઈંડિઝને જીત માટે 388 રનનુ ટારગેટ આપ્યુ. ભારત માટે હિટમૈન રોહિત શર્માએ સૌથી વધુ 159 રનની રમત રમી. જ્યારે કે  કેએલ રાહુલે 102 રન બનાવ્યા. આ ઉપરાંત શ્રેયસ ઐય્યરે 32 બોલ પર 53 રનની રમત રમી.  વિડીંઝની તરફથી કેએલ રાહુલે 102 રન બનાવ્યા. આ ઉપરાંત શ્રેયસ ઐય્યરે 32 બોલ પર 53 રનની રમત રમી. વિંડીઝની તરફથી શેલ્ડર કૉટરેલએ 2 અને અલ્ઝારી જોસેફ, કીરોન પોલાર્ડ, કીમો પૉલ એ 1-1 વિકેટ લીધી. 
 
રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરતા 138 બૉલમાં 159 રન ખડકી દીધી હતા. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. આ સિવાય શ્રેયસ ઐયરે 32 બૉલમાં 53 રન, ઋષભ પંતે 15 બૉલમાં તાબડતોડ 39 રન બનાવ્યા હતા. તો કેદાર જાધવે 10 બૉલમાં 16 રનનું યોગદાન આપ્યું હતુ. વેસ્ટઈનડીઝ તરફથી કૉટ્રેલે 2, કીમો પોલ, અલઝારી જોસેફ અને કીરોન પૉલાર્ડે 1-1 વિકેટ ઝડપી હતી.