India vs Sri Lanka 2023 - શું આ એક સપનું છે ? જાણો સૂર્યકુમાર યાદવે આવું શા માટે કહ્યું
સૂર્યકુમાર યાદવે 2022માં પોતાની બેટિંગથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આખા વર્ષ દરમિયાન તેણે જે રીતે બેટિંગ કરી અને જે રીતે તેણે શોટ માર્યો તે જોઈને તમામ ચાહકો સતત આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ શાનદાર સફરમાં તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. તે 2022 માં રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. સાથે જ આ વર્ષે સૌથી વધુ 2 બેવડી સદી પણ ફટકારી છે. આ વર્ષે તેઓ એકલા ખુદને જ કોમ્પીટીશન આપવામાં વ્યસ્ત રહ્યા. વર્ષના અંત સુધીમાં, તેમને મેદાનમાં તેમનાં પરાક્રમનો પુરસ્કાર પણ મળ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમને પ્રમોશન આપ્યું, તે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે શરૂ થનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં નવી જવાબદારીઓ સાથે મેદાનમાં જોવા મળશે.
મને મારા પ્રદર્શન માટે ઈનામ મલ્યું - સૂર્યા
ભારતીય રાષ્ટ્રીય પસંદગીકારોએ ભારતીય T20 ટીમમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. જ્યારે તેણે હાર્દિક પંડ્યાને ભારતીય T20 ઈન્ટરનેશનલ ટીમનો કેપ્ટન બનાવ્યો ત્યારે સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાના પ્રમોશન પર સૂર્યાએ મંગળવારે કહ્યું કે આ એક સ્વપ્ન જેવું છે અને તે કોઈપણ જવાબદારીના દબાણ વિના પોતાની કુદરતી રમત રમવાનું ચાલુ રાખશે.
સૂર્યકુમાર યાદવે મુંબઈ માટે સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફીની મેચના બીજા દિવસ પછી કહ્યું, "મને આ (વાઈસ-કેપ્ટન્સી) મળવાની અપેક્ષા નહોતી. હું એટલું જ કહી શકું છું કે આ વર્ષે મેં જે રીતે પ્રદર્શન કર્યું છે તેના માટે આ પુરસ્કાર છે. "આ હાંસલ કર્યા પછી સારું લાગે છે અને હું ભવિષ્યમાં સારું કરવા માટે આતુર છું.
સૂર્યાને પિતા દ્વારા પોતાના પ્રમોશન વિશેની જાણ થઈ
સૂર્યાને ટીમમાં તેના પ્રમોશન વિશે સૌપ્રથમ ત્યારે ખબર પડી જ્યારે તેના પિતાએ તેમને ટીમનું લિસ્ટ ફોરવર્ડ કર્યું. આ યાદી જોઈને તેમને વિશ્વાસ જ ન થયો. સૂર્યાએ કહ્યું, "મને આ વિશે મારા પિતા પાસેથી જાણવા મળ્યું જે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમણે મને એક નાનકડા મેસેજ સાથે લિસ્ટ મોકલ્યું - 'તું દબાણ ન લઈશ અને તારી બેટિંગને એન્જોય કર.' તે પછી મેં થોડીવાર માટે મારી આંખો બંધ કરી અને મારી જાતને પૂછ્યું 'શું આ સપનું છે?'
હું મારું વિચારવાનું કામમાં છોડીને આવું છું = સૂર્યા
જ્યારે સૂર્યાને પૂછવામાં આવ્યું કે શું આ જવાબદારી તમારા પર દબાણ વધારશે તો તેણે કહ્યું, "મારા પર હંમેશા જવાબદારી અને દબાણ હોય છે. હું મારી રમતનો આનંદ માણતો છું અને ક્યારેય કોઈ વધારાનું દબાણ વહન કરતો નથી. હું વિચારવાનું કામ હોટલના રૂમ અને નેટ્સ પર છોડીને આવું છું. જ્યારે હું બેટિંગ કરું છું, ત્યારે હું ફકત તેનો આનંદ લઉ છું"