રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (18:27 IST)

LIVE IPL Auction 2019: - અનકૈપ્ડ ખેલાડી શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીની લાગી લોટરી

6.15
-ઓસ્ટ્રેલિયન ધુરંધર ઉસ્માન ખ્વાજા, અફઘાનિસ્તાનના જજાઈ અને રિયા હેન્ડ્રીક્સને કોઈ ખરીદદારો મળ્યા નહીં ... શોન માર્શ, સૌરભ તિવારી, હાશીમ અમલા, જેમ્સ નીશમ પણ નહી વેચાયા ..
 
-નાથુ સિંઘને દિલ્હી કેપિટલ માટે રૂ. 20 લાખની બેઝ પ્રાઇસ  દ્વારા ખરીદવામાં આવી હતી. એક સમયે, નાથૂને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા 3 મિલિયન રૂપિયાથી વધુમાં ખરીદવામાં આવ્યા હતા ... સુચિત, યુવરાજ અને ઝહીર ખાન પકટીન, કેસી કારિઅપ્પા, રવિ સાઈ કિશોરને ખરીદદાર મળ્યા  નથી ..
 
-શેલ્ડન જેક્સન, અનુજ રાવત, કે એસ ભારત અરુણ કાર્તિક અને અનિકત ચૌધરીને કોઈ ખરીદદારો મળ્યા નહીં.
 
- અનકૈપ્ડ ખેલાડી વરુણ ચક્રવર્તી પર પૈસાનો વરસાદ થયો. શિવમ દુબે પછી બોલિંગ ઓલરાઉંડરની પણ ખૂબ ડિમાંડ જોવા મળી.. પ્રથમ મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતો. પછી કેકેઆરએ પણ બોલી વધારવી શરૂ કરી.. છેવટે માત્ર 20 લાખ રૂપિયાની બેસ પ્રાઈઝવાળો આ ખેલાડી 8 કરોડ 40 લાખમાં પંજાબ સાથે જોડાયો. 

યુવા ખેલાડી શિવમ દુબેની લોટરી લાગી ગઈ. 20 લાખની બેસ પ્રાઈઝથી વધઈને તેમને 5 કરોડ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યા. તેમને માટે દિલ્હી કૈપિટલ્સ પણ રસ દાખવી રહી હતી. 13 ટી-20 મુકાબલામાં આ અનકૈપ્ડ ખેલાડીએ 10 વિકેટ લીધા અને બેટિંગ પણ જોરદાર કરે છે. 
 
અનમોલ પ્રીત સિંહ પર બોલી લાગી રહી છે. તેમની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે. તેમણે અત્યાર સુધી કુલ 10 ટી 20 મેચ રમી છે. જેમા 116 રન બનાવ્યા. પંજાબ અને મુંબઈ તેમને ખરીદવા લડી રહી છે છેવટે મુંબઈ ઈંડિયંસે તેમને 80 લાખમાં ખરીદ્યા 
-
કેરેબિયાઈ ઓલરાઉંડર કાર્લોસ બ્રૈથવેટને ખરીદવા કલકત્તા નાઈટરાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબામં જોરદાર ટક્કર જોવા મળી.. છેવટે 75 લાખની બેસ પ્રાઈઝવાળી આખતરનાક ખેલાડી 5 કરોડની મોટી રકમમાં કેકેઆર સાથે થઈ. 
 
- બ્રૈથવેટ પાસે ટી-20નો સારો અનુભવ છે. તેમણે 132 ટી20 મેચમાં 122 વિકેટ લીધી છે. 
 
- બેટિંગ પછી હવે ઓલરાઉંડર્સ પર બોલી લગાવાશે. પહેલા ખેલાડી ન્યૂઝીલેંડના ઓલરાઉંડર ક્રિસ વોક્સ હતા. પણ 2 કરોડના બેસપ્રાઈઝવાળા આ ખેલાડીને પણ કોઈ ખરીદદાર મળ્યો નહી. 
 
-મનન વોહરા સચિન બેબી અને અંકિત બાવનેને કોઈ ખરીદદાર ન મળ્યો 
 
- બ્રેક પછી નીલામી શરૂ થઈ ગઈ છે. આ સેટમાં અનકૈપ્ડ ખેલાડી પર બોલી લગાવાશે દેવદત્તને આરસીબીને બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા.. 
 
- ફવાદ અહમદે કોઈ ફ્રેંચાઈઝીએ રસ ન બતાવ્યો  તેમને કોઈ ખરીદદાર ન મળ્યો. 
 
- મોહિત શર્મા 5 કરોડની ભારે ભરકમ રાશિમાં વેચાયા. તેમન બેસ પ્રાઈઝ 50 લાખ હતો.. ચેન્નઈ સુપરકિંગ્સે તેમને ખરીદ્યા... હવે ચેન્નઈ પાસે ફક્ત એક ખેલાડીનુ જ સ્થાન ખાલી છે અને પર્સમાં 3 કરોડ રૂપિયા બાકી.. 
 

ઓસ્ટ્રેલિયામાં સારી લયમાં જોવા મળી રહ્યા છે. ઝડપી બોલર મોહમ્મદ શમી માટે કડક ટક્કર જોવા મળી. પહેલા પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. જેનાથી તેમની કિમંત બેસ પ્રાઈસથી ત્રણ ગણી વધી ગઈ. છેવટે 1 કરોડના બેસ પ્રાઈઝવાળા આ ખેલાડીને કિંગ્સ ઈલેવન પંજાબે 4 કરોડ 80 હજાર લાખમાં ખરીદ્યો. 
-ઝડપી બોલર લસિથ મલિંગા આ વખતે પણ મુંબઈ ઈંડિયંસ સાથે જોડાયેલ.. મુંબઈના તેમની કિમંત 2 કરોડ લગાવી. અગાઉ તેમણે આ ટીમના કોચની ભૂમિકા ભજવી હતી.. 
 
- ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્માને દિલ્હીના 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદ્યુ.. તે પોતાના ઘરેલુ ટીમની તરફથી રમતા જોવા મળ્યા. 
 
- જયદેવ અનાદકટના બેસ પ્રાઈસ દોઢ કરોડ છે.  તેમને આઈપીએલના કેરિયરમાં 62 મેચમાં 67 વિકેટ લીધી છે. જયદેવને 8 કરોડ 40 લાખમાં& રાજસ્થાન રોયલ્સે ખરીદ્યા 
 
- વિકેટકીપર બેટ્સમેન બુદ્ધિમાન સાહાને હૈદરાબાદે 1 કરોડ 20 લાખ્ રૂપિયામાં ખરીદ્યા 
 
- નિકોલશ પૂરનને પંજાબે 4.20 કરોડની બેસ પ્રાઈસ પર પોતાની ટીમમાં લીધા 
- જૉની બેયરસ્ટોને સનરાઈઝર્સ હૈદરાબાદે બે કરોડ 20 લાખ રૂપિયામાં પોતાની સાથે લીધા.. 
 
- નમન ઓઝા પર બોલી લાગી રહી છે.  તેમને હાલ કોઈ ખરીદદાર મળ્યો નથી 
 
- હેનરિક્સને કિંગ્સ ઈલેવેન પંજાબે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યા 
 
- અક્ષર પટેલને દિલ્હી કેપિટલ (દિલ્હી ડેયરડેવિલ્સ)એ 5 કરોડમાં ખરીદ્યા 
 
- યુવરાજ સિંહ પર બોલી શરૂ.. ગયા વર્ષે પંજાબમાં રહેલા યુવરાજ સિંહને કોઈએ પણ ખરીદવામાં રસ ન બતાવ્યો. 1 કરોડની બેસ પ્રાઈઝ વાલા આ ભારતીય ઓલરાઉંડર ખેલાડી માટે આ સમાચાર એક ઝટકા સમાન છે. 
 

ક્રિકેટની દુનિયાની સૌથી મોટી ટી-20 લીગ આઈપીએલની 12મી સીઝન માટે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગશે.  હવેથી થોડી જ વારમાં થનારી આ નીલામીમાં કુલ 346 ખેલાડીનો સમાવેશ થશે. જેમાથી 70 ખેલાડી જ પસંદ કરવામાં આવશે. જ્યારે કે ઓક્શનમાં બધા 8 ફ્રેંચાઈઝી મળીને કુલ 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડી જ ખરીદી શકશે.