WI vs IND: વેસ્ટઈંડિજ ટૂર માટે ભારતીય T-20 ટીમનુ એલાન, તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને પહેલીવાર મળશે તક
Team India Squad વેસ્ટઈંડિઝ ટુર પર રમાનારી ટી20 શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત બુધવારે રાત્રે કરવામાં આવી. સીનિયર મેન સિલેક્શન કમિટીએ કેરેબિયાઈ દ્વિપ અને ફ્લોરિડા (અમેરિકા)માં ત્રણ ઓગસ્ટથી રમાનારી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે હાર્દિક પંડ્યાને કપ્તાન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ ઉપકપ્તાન રહેશે. નવા ચેહરામાં તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. જેમણે આઈપીએલમાં દરેકને પ્રભાવિત કર્યા હતા. રિંકૂ સિંહને સ્થાન મળી શક્યુ નથી.
કોણ અંદર અને કોણ બહાર ?
ટીમમાં ઈશાન કિશન અને સંજૂ સૈમસનના રૂપમાં બે બે વિકેટકિપર્સ છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બે સ્પેશલિસ્ટ ઓપનર્સ છે. અનુભવી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડરને મજબૂત કરવાની સાથે વાઇસ કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળશે. હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ આપીને પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું કે 2024માં યોજાનારા ટી20 વર્લ્ડ કપ સુધી તે કમાન્ડમાં રહેશે. અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ જેવા ચાર વર્લ્ડ ક્લાસ સ્પિનરોને ટીમમાં જગ્યા મળી છે. ODI ટીમ બાદ ઉમરાન મલિકની પણ T20 ટીમમાં વાપસી થઈ છે. મોહમ્મદ સિરાજને આરામ આપીને અવેશ ખાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બિહારના મુકેશ કુમાર ટેસ્ટ અને ODI
ભારતીય T20 ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ. બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર.