ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 જાન્યુઆરી 2021 (11:31 IST)

IND v AUS: મેચ પલટવા માટે ઓસ્ટ્રેલિયાની પિચ પર 'ડર્ટી ગેમ', જુઓ કેમેરામાં કેદ થયા સ્મિથ

સિડની. ભારતીય પેસર મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) પર નસ્લીય ટિપ્પણીવાળો મામલો હજુ શાંત થયો નથી કે સિડની ટેસ્ત મેચમાં હવે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી પોતાની ગંદી હરકત દ્વારા ટીમ ઈંડિયાને પરેશાન કરવાની કોશિશ કરી રહ્યા છે. 
 
પંત અને પુજારાની 148 રનની ભાગીદારી 
 
શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આ સમયે સિડની ક્રિકેત ગ્રાઉંડ (SCG) પર રમાય  રહી છે. મેચના પાંચમાં અને અંતિમ દિવસે સોમવારે સવારે ભારતીય બોલર ઋષભ પંત  (Rishabh Pant) અને ચેતેશ્વર પુજારા  (Cheteshwar Pujara) એ બીજી વિકેટમાં કંગારૂ બોલરોની ખૂબ ધોલાઈ કરી. પંત વનડે સ્ટાઇલમાં બેટિંગ કરી રહ્યો હતો. પુજારા અને પંતે ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી ભારતની જીતની આશાને જીવંત રાખી હતી.
 
સ્ટીવ સ્મિથે જૂતા વડે કર્યુ આ કામ 
 
પંતે આક્રમક બેટિંગ કરતા જોતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે તેમને વિચલિત કરવાનો પ્રયાસ કર્યો. પાંચમા દિવસે, ડ્રિકના સમયે, સ્ટીવ સ્મિથે ચૂપચાપ પિચ પર આવ્યો અને બેટ્સમેનના માર્ક લેનારા સ્થાનને જૂતાથી ખુરેદવા લાગ્યો.  જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા આવ્યા ત્યારે તેમણે અમ્પાયરને પૂછીને ફરીથી નિશાન સેટ કર્યુ. 
 
સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

 
સ્મિથની આ શરમજનક હરકતવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. વિડિઓમાં ખેલાડીનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો નથી, પરંતુ  બેટ્સમેનના માર્ક લેનારા સ્થાનને જૂતાથી ઉખાડ્યા પછી જેવો કાંગારૂ બેટ્સમેને પલટવાનો પ્રયત્ન કર્યો તો તેની જર્સી પર 49 નંબર દેખાયો... જે સ્મિથ પહેરે છે. 
 
ત્યારે એક વર્ષનો લાગ્યો હતો બૈન 
 
આ પહેલીવાર નથી જ્યારે સ્મિથે રમતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટીવ સ્મિથ પર બોલ ટેમ્પરિંગ(Steve Smith Ball Tampring)ના મામલે એક વર્ષ માટે પ્રતિબંધ લાગી ચુક્યો છે.