રોહિત-દ્રવિડ યુગની જીત સાથે શરૂઆત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી ટી20 મેચ રમાઈ છે. જેમા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 73 રને હરાવી સીરીઝ પર કબ્જો કર્યો છે. અગાઉ ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 185 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ જીત સાથે રોહિત-દ્રવિડ યુગની શરૂઆત થઈ ગઈ છે.
રોહિત શર્માએ બેક ટુ બેક ટોસની સાથે મેચ જીતી બેટિંગ કરવા ઉતરી હતી. રોહિત શર્મા એન્ડ કંપનીએ ન્યૂઝીલેન્ડને 185 રનનું ટાર્ગેટ આપ્યું હતું. ભારતીય બોલરો સામે માર્ટિન ગપ્ટિલ સિવાય એકેય બેટ્સમેન ના ટકી શક્યા અને આખી ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. માર્ટિન ગપ્ટિલે સૌથી વધુ 51 રન કર્યા હતા. તેના સિવાય ન્યૂઝીલેન્ડના અન્ય બેટ્સમેન ભારતીય બોલરો સામે લાંબુ ન ટકી શક્યા.
ભારત તરફથી ઓલરાઉન્ડર અક્ષર પટેલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ઉપરાંત હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ અને વેંકટેશ અય્યરે 1-1 વિકેટ ઝડપી હતી.