રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 1 જૂન 2023 (12:03 IST)

Dhoni Surgery : ધોનીના ઘૂંટણની થઈ સર્જરી, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થઈ સફળ સર્જરી

dhoni knee surjary
Dhoni Surgery : ચેન્નઈ સુપર કિંગ્સને 5 વાર ખિતાબ જીતાવનારા કપ્તાન Mahendra Singh Dhoni ના ઘૂંટણની સર્જરી સફળ રહી. આઈપીએલ ફાઈનલના 2 દિવસ બાદ ધોનીના ડાબા ઘૂંટણની સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવી. 

 
CSK સીઈઓએ  બુધવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે ધોની ડાબા ઘૂંટણની ઈજા અંગે ડૉક્ટરની સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે. આ સિવાય કાશી વિશ્વનાથે ધોનીને આગામી સિઝનની મિની ઓક્શનમાંથી બહાર કરવા પર કહ્યું, 'સાચું કહું તો અમે તે દિશામાં વિચાર્યું નથી, કારણ કે અમે હજુ તે સ્ટેજ પર પહોંચ્યા નથી. તે ધોની પર નિર્ભર કરે છે કે તે આગળ શું નિર્ણય લેશે.
 
આઈપીએલ દરમિયાન પણ ઘૂંટણમાં દુખાવા સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા ધોની 
ધોની ગુજરાત વિરુદ્ધ પ્રથમુ મુકાબલામાં જ ઘાયલ થઈ ગયા હતા. તેમણે દીપક ચાહરની બોલ પર ડાઈવ લગાવી અને પછી તે પોતાનુ ઘૂંટણ પકડીને બેસી ગયા. છતા પણ તેમણે વિકેટ કીપિંગ કરવુ ચાલુ રાખ્યુ. મેચ પછી કોચે તેમના હેલ્થનુ અપડેટ આપ્યુ. 
 
આ ઉપરાંત ધોનીને અનેક આઈપીએલ મેચ માં પટ્ટી બાંધીને રમત ચાલુ રાખી. મેચ પછી પણ ધોનીની અનેક વાઈરલ તસ્વીર જોવા મળી જેમા તે ઘૂંટણ પર પટ્ટી લગાવેલ જોવા મળ્યા હતા. આઈપીએલમાં ધોની નીચલા ક્રમ પર આવવાનુ પણ આ જ કારણ હતુ કે ધોની વધુ ભાગી શકતા નહોતા તેથી તે નીચલા ક્રમમાં આવીને લાંબા શોટ્સ લગાવશે.