રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: અંબાલા. , સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:05 IST)

... તો વિરાટ-અનુષ્કાને બીજીવાર કરવા પડી શકે છે લગ્ન

ગયા વર્ષે થયેલ હાઈપ્રોફાઈલ લગ્નને લઈને મોટો સવાલ ઉઠી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની સુપર હિટ અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન કર્યા. તેમના ચર્ચિત લગ્નના પંજીકરણને લઈને સવાલ ઉભા થયા છે. બંનેયે 11 ડિસેમ્બરના રોજ ઈટલીના ટસ્કની શહેરમાં બોરગો ફિનોસિએતો રિસોર્ટમાં લગ્ન કર્યા. પણ રોમ સ્થિત ભારતીય દૂતાવાસમાં આ અંગેની માહિતી આપી નહી. આવામાં તેમના વિવાહના નોંધણીમાં અવરોધ લાગી શકે છે અને તેમને ફરીથી કોર્ટ મેરેજ કરવા પડી શકે છે. 
 
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ અને અંબાલા શહેરના રહેવાસી હેમંત કુમાર દ્વારા વિદેશ મંત્રાલયમાં 13 ડિસેમ્બરના રોજ લગાવેલ આરટીઆઈના જવાબમાં રોમ સ્થિત ભારતીય દૂતાવાસમાંથી 4 જાન્યુઅરેના રોજ જવાબ આપ્યો. જેમા આ ચોખવટ થઈ છે કે વિરાટ અને અનુષ્કાએ નિયમ મુજબ પોતાના લગ્ન વિશે ઈટલીમાં આવેલ ભારતીય દૂતાવાસના મેરેજ ઓફિસરને માહિતી આપી નહોતી. હેમંત કુમાર મુજબ વિદેશમાં લગ્ન કરવાની પરિસ્થિતિમાં આ માહિતી આપવી જરૂરી હોય છે. 
 
હેમંત કુમારે જણાવ્યુ કે નિયમો મુજબ કોઈ ભારતીય વ્યક્તિ બીજા દેશમાં જઈને લગ્ન કરે છે તો તે વિદેશી લગ્ન અધિનિયમ-1969ના હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવે છે પણ વિરાટ અનુષ્કાના લગ્ન અધિનિયમ હેઠળ નથી થયા. આવામાં હવે દેશના જે રાજ્યમાં વિરાટ કોહલી-અનુષ્કા રહેશે ત્યા તેમને એ રાજ્યના નિયમ મુજબ લગ્ન રજિસ્ટર્ડ કરવા માટે બીજીવાર લગ્ન કરવા પડી શકે છે.