ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 2000ને પાર, 77ના મોત, જાણો આજની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા તથા સુરતની સ્થિતિ વધુ ગંભીર છે. કારણ કે રાજ્યમાં સૌથી વધુ કોરોનો પોઝિટિવ દર્દીઓ અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં નવા 127 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 2066 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 77 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 131 લોકો રીકવર થયા છે. જ્યારે 19 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1839 વ્યક્તિઓ સ્ટેબલ છે. ગત 24 કલાકમાં 3339 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 215 કેસ પોઝિટિવ આવ્યા હતા.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ: 1298
સુરત: 338
વડોદરા: 188
રાજકોટ: 40
ભાવનગર: 32
આણંદ: 28
ભરૂચ: 23
ગાંધીનગર: 17
પાટણ: 15
નર્મદા: 12
પંચમહાલ: 11
બનાસકાંઠા: 10
અરવલ્લી: 8
છોટાઉદેપુર: 7
મહેસાણા: 6
કચ્છ: 6
બોટાદ: 5
ગીર સોમનાથ: 3
પોરબંદર: 3
સાબરકાંઠા: 3
દાહોદ: 3
ખેડા: 3
મહીસાગર: 3
વલસાડ: 2
તાપી: 1
જામનગર: 1
મોરબી: 1