શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:29 IST)

રવિવારે ભારતમાં ઓમિક્રૉનના નવા પાંચ કેસ, કુલ આંકડો 38

રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા પાંચ કેસ નોંધાયા છે. જે કેરળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ચંડિગઢમાં નોંધાયા છે.omicron in india
 
રવિવારે કેરળમાં ઓમિક્રૉન (omicron)વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. યુકેથી પરત ફરેલા એક યુવક આ વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું ટેસ્ટ બાદ જાણવા મળ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રૉન વૅરિયન્ટનો 18મો કેસ નોંધાયો છે.
 
22મી નવેમ્બરના રોજ ઇટાલીથી ચંડિગઢ આવેલો 20 વર્ષીય યુવાન 1 ડિસેમ્બરના રોજ કોરોના સંક્રમિત થયો હતો. તેના સૅમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતાં તે ઓમિક્રૉન વૅરિયન્ટથી( omicron variant)  સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
 
આયર્લૅન્ડથી મુંબઈ આવેલા એક 34 વર્ષીય યુવકે વિશાખાપટ્ટનમ જતી વખતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
 
જિનોમ સિક્વન્સિંગમાં તેઓ પણ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.