ઓમિક્રોનની દહેશત - ઓમિક્રોન: ગુજરાત બોર્ડર પર ચેકીંગ
ઓમિક્રોનના પ્રકોપ સતત વધી રહ્યુ છે. ગયા 5 દિવસમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 10 ગણી થઈ ગઈ છે. ત્યારે ગુજરાત સરકારમા અલર્ટ કર્યો છે. મહારાષ્ટ્રમાં સતત તીવ્રતાથી વધારો જોવાઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયેલા છે. ત્યારે ગુજરાતમાં મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓ દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે બોર્ડર પર સતર્કતા રાખવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર ફરી એક વખત આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે