શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 13 એપ્રિલ 2020 (12:24 IST)

રાજ્યમાં કોરોના વાયરસના કુલ 538 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ

ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસ 23 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં કોવિડ-19 રોગીઓની સંખ્યા વધીને 538 થઇ ગઇ છે. તો બીજી તરફ બે સંક્રમિતોના મોતની સાથે ગુજરાતમાં તેનાથી મૃતકોની સંખ્યા 26 સુધી પહોંચી ગઇ છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે સોમવારે 22 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ 13, આણંદ 1, વડોદરા 1, બનાસકાંઠા 2, અને સુરતમાં 5 નવા કેસ નોંધાયા છે.  તેમણે જણાવ્યું હતું કે ગત 24 કલાકમાં 13257 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 538 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 4 લોકો વેન્ટિલેટર પર છે, 461 વ્યક્તિઓ સ્ટેબલ છે અને 47 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
 
આજે અમદાવાદના એક 76 વર્ષીય પુરૂષનું મોત થયું હતું જેમને હદય અને ફેફસાં સંબંધિત બિમારી હતી. જ્યારે વડોદરાના 27 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું જેને ડેન્ગ્યૂ હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી
હવે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર પહોંચી ગયો છે. જિલ્લામાં પ્રથમ બે કેસ સામે આવ્યા બાત તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. પાંચ વર્ષનું એક બાળક કોરોનાનું ભોગ બન્યું છે. વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનો બાળક કોરોનાનો શિકાર બન્યો છે. તો પાલનપુરમાં એક 55 વર્ષીય વૃદ્ધ પણ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે