કોરોના Live Updates - કોરોના વાયરસને કારણે દેશમાં 7મું મોત, સુરતમાં 67 વર્ષીય વ્યક્તિનું મોત
ગુજરાતમાં કોરોના વાયરસની કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં વધારે પાંચ કેસ પોઝિટિવ નોંધાતા હવે કુલ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત થયું છે. સુરતમાં દાખલ એક વ્યક્તિનું કોરોના વાયરસને કારણે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તે હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના વાયરસને કારણે હવે ભારતમાં કુલ 7 લોકોનાં મોત થયા છે. સત્રોના જણાવ્યા મુજબ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 67 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કોરોનાથી પીડિત વ્યક્તિ ટ્રેન દ્વારા દિલ્હી અને જયપુરથી સુરત આવ્યો હતો
ગુજરાતમાં કોરોના વાયરસ કહેર બન્યો છે. કોરોના વાયરસથી ગુજરાતમાં મોતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર