બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (11:19 IST)

Corona Update: દેશમાં કોરોનાથી મોતના ડરાવનારા આંકડા આવ્યા સામે, છેલ્લા 24 કલાકમાં 871 સંક્રમિતોએ ગુમાવ્યો જીવ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,35,532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ 20 લાખથી વધુ છે. અત્યારે 20,04,333 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ભારતમાં કોરોના ચેપનો દર 15.8% થી ઘટીને 13.39% પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3,35,939 લોકો કોરોનાથી સાજા થયા છે,  આ સાથે, કોરોના ચેપને માત આપનારા લોકોની કુલ સંખ્યા 3,83,60,710 પર પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં કોરોના રિકવરી રેટ 93.89% છે. દૈનિક ચેપ દર 13.39% છે અને સાપ્તાહિક ચેપ દર 16.89% છે. જો રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,65,04,87,260 લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવ્યો છે.
 
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 871 મોત નોંધાયા છે, જેમાં કેરળના 258 જૂના આંકડા ઉમેરવામાં આવ્યા છે.જ્યારે ગઈકાલે એટલે કે 28 જાન્યુઆરીએ 2,51,209 નવા કેસ નોંધાયા છે અને 627 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. 2,51,209 નવા કેસ નોંધાયા હતા અને 627 લોકો મૃત્યુ પામ્યા હતા. આગલા દિવસે 3,47,443 લોકો કોરોનાથી સાજા થયા હતા. દૈનિક પોઝિટીવિટી દર 15.88 ટકા હતો. ઉલ્લેખનીય છે કે 627 મૃત્યુમાંથી એકલા કેરળમાં 153 લોકોએ જીવ ગુમાવ્યા છે.
 
દિલ્હીમાં પણ ઘટી રહ્યા છે કેસ 
 
શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસ(Coronavirus) સંક્રમણના કેસોમાં વધુ ઘટાડો થયો હતો. છેલ્લા 24 કલાકમાં, કોરોના રાજધાનીમાં 4044 નોંધાયા છે. આ સાથે, અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 18,19,332 થઈ ગઈ છે. એક દિવસ પહેલા અહીં 4,291 નવા દર્દીઓ મળી આવ્યા હતા. દિલ્હીમાં 'કોરોના પોઝિટીવીટી રે'માં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે ગુરુવારે તે 9.5 ટકા હતો, જે શુક્રવારે 8.6 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના પણ મોત નીપજ્યા છે, જેનાથી મૃત્યુઆંક 25,769 થયો છે.