ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (17:10 IST)

ભારતમાં 15 ફેબ્રુઆરી સુધી થંભી જશે કોરોનાની રફતાર કેટલાક રાજ્યો અને મેટ્રો શહેરમાં ઓછા થયા એકટિવ કોવિડ કેસ

ભારતમાં કોરોના વાયરસના કેસો એક અઠવાડિયાથી સતત વધી રહ્યા છે. પણ દેશમાં 15 ફેબ્રુઆરી સુધી કોવિડ કેસમાં કમી આવશે. સરકારના સૂત્રોએ તેની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યો રાજ્ય અને મેટ્રો શહરમાં કોવિડના કેસ ઓછા થવા લાગ્યા છેૢ તે સિવાય અહીં જેસમાં સ્થિરતા પણ જોવા મળી રહી છે. વેક્સીનેશનના કારણે ત્રીજી લહેરનો અસર ઓછુ થઈ ગયો. સૂત્રોએ આગ્તળ કહ્યુ કે સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્ય અને કેંદ્રશાસિત પ્રદેશની સાથે સમંવય કરી રહ્યો છે. અત્યારે દેશની 74 ટકા વસ્તીને ફુલી વેક્સીનેશન થઈ ગયો છે. 
 
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોનાના 3,33,533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,92,37,264 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે આ માહિતી આપવામાં આવી હતી. તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કોરોનાનો કહેર ચાલુ છે અને કેસ સતત વધી રહ્યા છે. પરંતુ આ દરમિયાન સરકાર તરફથી સારા સંકેત મળ્યા છે.
 
કેટલાક રાજ્યોમાં સ્થિતિ સુધરવા લાગી
 
15 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કોવિડના કેસમાં ઘટાડો થશે. સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું કે કેટલાક રાજ્યોમાં સ્થિતિ પહેલાથી જ સુધરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, "દેશમાં 15 ફેબ્રુઆરી સુધીમાં કોવિડના કેસમાં ઘટાડો થશે. કેટલાક રાજ્યો અને મેટ્રો શહેરોમાં કેસ ઓછા થવા લાગ્યા છે અને સ્થિર થવા લાગ્યા છે."
 
ભારતમાં કોરોનાના કેસ આ રીતે વધ્યા 
7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર ગયા હતા.