રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 24 જૂન 2020 (12:57 IST)

ગુજરાતમાં કોરોનાના 549 નવા કેસ, કુલ આંકડો વધીને 28,429 થયો

ગુજરાતમાં મંગળવારે કોવિડ 19ના 549 નવા કેસ સામે આવ્યા જેથી રાજ્યમાં તેના કુલ કેસ વધીને 28,429 થઇ ગયા છે. આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગએ આપી હતી. તો બીજી તરફ 26 દર્દીઓના મોત સાથે સંખ્યા વધીને 1711 થઇ ગઇ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે દિવસમાં 604 અને દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેથી સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 20521 થઇ ગઇ છે.  
 
ગુજરાતમાં આવા દર્દીઓની સંખ્યા હવે 6,197 છે જેની સારવાર ચાલી રહી છે. તેમાંથી 62 દર્દીઓની હાલત નાજુક છે. ગુજરાતમાં અત્યાર સુધી 3,34,326 સેમ્પ્લની તપાસ કરવામાં આવી છે. 
 
ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. આજે 230 નવા કેસ સામે આવ્યા છે. આ મહાનગરમાં ગત 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણના 19380 દર્દી સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1361 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 14519 દર્દીઓને સાજા થઇને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
 
વડોદરામાં આજે કુલ 255 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 42નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 1953 પર પહોંચી છે. તો અત્યાર સુધી 1303 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં આ મહામારીને લીધે અત્યાર સુધી 47 લોકોના મૃત્યુ થયા છે. 
 
જ્યારે સુરત જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3896 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 147 થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી 57 અને જિલ્લામાં 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 2507 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 
 
મંગળવારે સામે આવેલા પોઝિટિવ કેસોમાં ખાસ કરીને સિવિલ-સ્મીમેરના એક-એક તબીબ સહિત વધુ 6 તબીબ સંક્રમિત થયા છે. તે સિવાય એક નર્સ, લેબ ટેક્નિશિયન, આશા વર્કર સહિતના હેલ્થ કર્મચારીઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત ટોરેન્ટ પાવરના મેનેજર, પાલિકાના આસી. ઈજનેર, પિપલ્સ બેંકના મેનેજર, જ્વેલર્સ, ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ 57 રત્નકલાકારોનો પણ સમાવેશ થયો છે.
 
કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 119 પર પહોંચી છે. તો આજે બે દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કચ્છમાં અત્યાર સુધી કુલ 92 લોકો સારવાર બાદ સાજા થયા છે. તો અત્યાર સુધી 7 લોકોના કોરોના વાયરસને લીધે મોત થયા છે. કચ્છમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 20 છે. 
 
તમને જણાવી દઇએ કે દેશમાં ગુજરાત કોરોના વાયરસ સંક્રમણના મામલે ચોથા સ્થાને છે. મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં તેનાથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્ય છે.