ડોકટરોના પગ નીચેથી જમીન ખસી ગઈ, જ્યારે મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો
તમે સામાન્ય રીતે જોડિયા બાળકોના જન્મ વિશે સાંભળ્યુ પણ આ સાંભળીને તમે ચોંકી જશો કે એક મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો. અફ્રીકાના માલી શહરમાં એક મહિલાએ 9 બાળકોને એક સાથે જન્મ આપ્યો છે. મંગળવારે મહિલાની ડિલીવરીનું દ્ર્શ્ય જોઈ ત્યાં હજાર બધા ડાક્ટર્સના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડાક્ટર્સ તેથી ચકિત રહી ગયા. કારણકે પ્રેગ્નેંસીના સમયે મહિલાના ગર્ભમાં માત્ર સાત
બાળકને જ ડિટેક્ટ થયા હતા.
9 નવજાત બાળકોમાં પાંચ છોકરીઓ અને ચાર છોકરા શામેલ
ડોક્ટરે આ વર્ષ માર્ચમાં 25 વર્ષની હલીમા સિસેને કહ્યુ હતુ કે તેણે ખાસ સારવારની જરૂર છે જે પછી ઑથોરિટીજ તેન મોરક્કો લઈ આવી અને અહીંના એક હોસ્પીટલમાં તેણે બધા બાળકોને જન્મ આપ્યો. તેના
પર માલીની સ્વાસ્થય મંત્રી એક પ્રત્યક્ષ દર્શીએ જણાવ્યુ કે નવજાત બાળકોમાં 5 છોકરીઓ અને 4 છોકરી છે. ડિલીવરી પછી મહિલા પૂર્ણ રૂપે સ્વસ્થ છે.
અલ્ટ્રાસાઉંડમાં માત્ર સાત બાળકોને જ ટ્રેક કરી શક્યા ડાક્ટર્સ
પ્રેગ્નેંસીના સમયે મોરક્કો અને માલીમાં સિસેનો અલ્ટ્રાસાઉંડ પણ કરાયો હતો. અલ્ટ્રાસાઉંડ જોયા પછી ડાક્ટર્સને માત્ર સાત જ બાળક દેખાયા. પણ ડાક્ટર્સ અલ્ટ્રાસાઉંડમાં બે બાળકોને ટ્રેક ન કરી શક્યા. બધા બાળકોનો જન્મ સિજેરિયનથી થયો. તેમજ તેના પર મેડિકલ એક્સપર્ટએ જણાવ્યુ કે આ એક દુર્લભ ઘટના છે. આ સ્થિતિમાં ઘણી વાર નવજાત શિશુ સર્વાઈવ નહી કરી શકે છે. પણ સિસે અને તેમના બધા બાળકો પૂર્ણ રૂપે સ્વસ્થ લાગી રહ્યા છે.
જાણો ક્યારે હોય છે મલ્ટીપલ પ્રેગ્નેંસી
ગર્ભમાં જો એકથી વધારે બાળક હોય છે તો તેને મલ્ટીપલ પ્રેગ્નેંસી કહેવાય છે. આવુ તે કંડીશનમાં હોય છે. જ્યારે કોઈ મહિલા મેસ્ડુઅલ સાઈકિલના સમયે એક થી વધારે ઈંડા રિલીજ કરે છે. અને દરેક ઈંડા
સ્પર્મથી ફર્ટિલાઈજ્ડ થાય છે . આ ફર્ટિલાઈજ્ડ એગ હમેશા બે કે બેથી વધારે ભાગમાં વહેચાય છે. જેનાથી મલ્ટીપલ પ્રેગ્નેંસીની સ્થિતિ પેદા હોય છે. મલ્ટીપલ ડિલીવરીમાં પેદા થતા બાળક ઘણી વાર દેખાવમાં એક
જેવા હોઈ શકે છે. પણ ઘણીવાર તેમનો ચેહરો એક બીજા સાથે મેળ નથી ખાતો.
તેમજ webmd ની રિપોર્ટ મુજબ જો ફર્ટિલિટી વિંડોના સમયે કોઈ મહિલા જુદા-જુદા પુરૂષોની સાથે સંબંધ બનાવે છે તો પણ મલ્ટીપલ પ્રેગ્નેંસી થઈ શકે છે.