શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (19:22 IST)

શું તમારા બાળકને તો નહી ADHD ની સમસ્યા જાણો લક્ષણ અને બચાવના ઉપાય

એડીએચડી એક માનસિક સ્વાસ્થય વિકાર છે જે વ્યવહારમાં અતિ સક્રિયતા પેદા કરી શકે છે. તેનાથી ગ્રસ્ત લોકો એક કાર્ય પર તેમનો ધ્યાન કેંદ્રીય કરવા કે લાંબા સમય સુધી એક જગ્યા બેસવામાં પરેશાનીનો સામનો કરી શકે છે. એડીએસડીને અંગ્રેજીમાં અટેંશન ડેફિસિટ હાઈપરએક ટિવિટી ડિસઑર્ડરના નામથી ઓળખાય છે. ADHD ની સમસ્યા એવા પરિવારોમાં વધારે જોવાય છે જે ઘરોમાં તનાવનો વાતાવરવ રહે છે કે પછી જ્યાં બાળકોના અભ્યાસ પર વધારે દબાણ આપવાની પ્રવૃત્તિ હોય છે. 
 
ક્યારે હોય છે ADHD 
એડીએચડીની સમસ્યા મોટાભાગે પ્રી સ્કૂલ કે કેજી સુધીના બાળકોમાં જોવા છે. કેટલાક બાળકોમાં કિશોરાવસ્થાની શરૂઆતમાં સ્થિતિ ખરાબ થઈ શકે છે . ઘણી વાર આ સમસ્યા પુખ્તવયના લોકોને પણ પરેશાન કરી શકે છે. 
 
શું કહે છે એક્સપર્ટસ 
છોકરીઓ કરતા છોકરાઓમાં એડીએચડીની સમસ્યા સામાન્ય હોય છે. પણ આ સમસ્યાનો નિવારણ શાળાના શરૂઆતી વર્ષોમાં જ હોય છે. જ્યારે બાળજને ધ્યાન કેંદ્રીતની સમસ્યા શરૂ થવા લાગે છે. એડીએચડીથી પીડિત કેટલાક બાળકોમાં બિહેવિયર પ્રોબ્લેમ પણ જોવાઈ શકે છે. ઘણી વાર એવા બાળકની સારવાર કરવી કે તેણે કઈક શીખડાવવા માતા-પિતા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એવા બાળક શાળામાં પણ બીજા બાળકો સાથે જલ્દી ફિટ નહી થઈ શકતા અને ન કોઈ ન કોઈ તોફાન કરતા રહે છે. 
 
એડીએચડીના લક્ષણ 
-ધ્યાન આપવું 
- જરૂર થી વધારે સક્રિયતા 
- અસંતોષ 
- વસ્તુઓ યાદ રાખવામાં પરેશાની 
- વધારે વાચાલ થવુ. 
 
એડીએચડીના કારણ 
-આનુવંશિકતા 
- મગજમાં પરિવર્તન 
- ગર્ભાવસ્થાના સમયે ખરાબ પોષણ 
- મગજમાં ઈજા 
 
એડીએચડીના ઉપાય 
એડીએચડીથી પીડિત બાળકોને આ રીતે કાળજી લેવી
-સારા કામ પર વખાણ કરવા કે ઈનામ આપવાથી બાળકના વ્યવહારને પૉઝિટિવ કરી શકાય છે. 
-જો આવુ જોવાય કે બાળક કંટ્રોલ ગુમાવી રહ્યો છે તો તેના પર ધ્યાન આપો અને કોઈ બીજી એક્ટિવિટીમાં વ્યસ્ત કરી નાખો. 
- મિત્રોને ઘર બોલાવી. તેનાથી બાળકને મળવામાં સરળતા થશે પણ આ સુનિશ્ચિત કરવુ કે બાળક પોતાના પર નિયંત્રણ ન ગુમાવે. 
- તમારા બાળકને સારી ઉંઘ સૂવા દો.