શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (19:24 IST)

નવરાત્રી વ્રતની કથા

નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો. તેને સુમતિ નામની એક બહુ સુંદર કન્યા હતી. અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો. તે સમયે સુમતિ પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતિ તેમની બેનપણી સાથે રમવા લાગી ગઈ એ  ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નહી થઈ. તેના પિતાને એવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યું અને પુત્રીથી કહેવા લાગ્યું કે દુષ્ટ પુત્રી! 
 
આજે સવારથી તૂ ભગવતીનો પૂજન નહી કર્યા. આ કારણે કોઈ કુષ્ઠી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ. પિતાના આ રીતે વચન સાંભળી સુમતિને મોટું દુખ થયું અને પિતાથી કહેવા લાગી "હું તારી કન્યા છું" હું બધા રીતે આધીન છું જેવી રીતે તમે ઈચ્છો હું તેમજ કરીશ. 
 
થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે. માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે પણ થાય એ  જ છે જે ભાગ્યએ લખ્યું છે. તેમની કન્યાના આવા વચન સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યું. ત્યારે તેને તેમની કન્યાને એક કુષ્ઠીની સાથે લગ્ન કરી દીધું અને ખૂબ ગુસ્સો થઈ પુત્રી થી કહેવા લાગ્યું કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગો. 
 
સુમતિ તેમના પતિ સાથે વનમાં ચાલી ગઈ. અને ભયાનક વનમાં કુશાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ કષ્ટથી વીતાવી. તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રકટ થઈને સુમતિથી કહેવા લાગી. હે દીન બ્રાહ્મણી! હું તારા ઉપર પ્રસન્ન છું. તમે જે ઈચ્છો એ વરદાન માંગી શકો છો. 
હું પ્રસન્ન થતા પર મનોવાંછિત ફળ  આપનારી છું! 
 
આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થઈ. 
એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગી કે હું તારા પર તારા પૂર્વ જન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું. તૂ પૂર્વ જન્મમાં ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી. એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે 
તમે બન્ને સિપાહીઓને પકડી કેદખાનામાં નાખી દીધું હતું. તે લોકોએ તને અને તારા પતિને ભોજન પણ નહી આપ્યું હતું. 
 
આ રીતે નવરાત્રના દિવસોમાં તને કઈક ન ખાધું અને ન જળ પીધું તેથી નવ દિવસ નવરાત્રનો વ્રત થઈ ગયું . હે બ્રાહ્મણી! તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવાંછિત વસ્તુ આપી રહી છું. બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોઢ(કુષ્ટ રોગ)ને દૂર કરો. તેમના પતિનો શરીર ભગવાતીની કૃપાથી કુષ્ટહીન થઈ ખૂબ કાંતિયુક્ત થઈ ગયું.