ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. કેરેબિયન પ્રીમિયર લીગ 2020
Written By
Last Updated : શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (18:31 IST)

CPL: ફ્લાઈટ છોડવાને કારણે સીપીએલ 2020માંથી બહાર થયા ફાબિયાન એલન

વેસ્ટઈંડિઝના ઓલરાઉંડર ખેલાડી ફાબિયાન એલન જમૈકાથી બારબાડોસની ફ્લાઈટ છોડવાને કારને કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ના આવનારા સંસ્કરણમાંથી બહાર થઈ ગયા છે. ઈએસપીએન ક્રિક ઈંફોની રિપોર્ટ મુજબ, સીપીએલના આ સંસ્કરણમાં સેંટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સની તરફથી રમનારા ફાબિયાનને ત્રણ ઓગસ્ટના રઓજ બારબાડોસ પહોંચવાનુ હતુ જયા તેમને ચાર્ટર વિમાનથી ત્રિનિદાદ જવાનુ હતુ. તે એયરપોર્ટ પર મોડા પહોચ્યો અને આ કારણે ફ્લાઈટ પકડી શક્યો નહી. 
 
વેબસાઈટે ફેબિયનના એજન્ટના હવાલે લખ્યુ કે  દુર્ભાગ્યવશ તેમને ફ્લાટે સંબંધી કંઈક કંન્ફ્યુજન હતુ. અને તે ફ્લાઇટ પકડી શક્યા નહી.  અમે અનેક શક્યતાઓ વિશે જાણ કરી, પરંતુ મહામારીને કારણે અને ત્રિનિદાદમાં  ટ્રાફિક પ્રતિબંધોને લીધે,  સોમવારે ચાર્ટર ફ્લાઇટ્સ એકમાત્ર વિકલ્પ હતો જેના દ્વારા  તેઓ જઇ શકતા હત. 
 
ત્રિનિદાદ એંડ ટોબાગોમાં લાગેલ લૉકડાઉનના નિયમો મુજબ, કોઈપણ દેશમાંથી બહાર જઈ શકતુ નતહી અને ન તો કોઈ આવી શકે છે, સિવાય તેમના જેઓ ચાર્ટર ફ્લાઈટથી આવી રહ્યા છે. આ કારણે ફાબિયાન ટૂર્નામેંટમાં ભાગ નહી લઈ શકે અને તેમના વિકલ્પનુ એલાન પણ નહી કરી શકાય.  સીપીએલ-2020 18 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે ત્રિનિદાદ એંડ ટોબાગોમાં રમાશે.