રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 28 માર્ચ 2022 (15:13 IST)

ઑસ્કર 2022માં ચુકી ગઈ ભારતની રાઈટિંગ વિધ ફાયર, અમેરિકાની સમર ઑફ સોલ એ જીત્યો એવોર્ડ

94માં Academy Awardsમાં ભારતીય ડોક્યુમેંટ્રી ફિલ્મ 'Writing With Fire' બેસ્ટ ડૉક્યુમેંટ્રી ફીચર કેટેગરીમાં અમેરિકી ડોક્યુમેંટ્રી ફિલ્મ 'Summer of Soul' સામે હારી ગઈ. એક NGO દ્વારા સોશિયલ એક્સપેરિમેંટના રૂપમાં શરૂ કરવામાં આવેલ ખબર લહેરિયા વિશે રિંટૂ થૉમસ અને સુષ્મિતા ઘોષની પહેલી ડોક્યુમેંટ્રી ફિલ્મને આ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. વાત કરીએ એ ડોક્યુમેટ્રીની જેને 'Writing With Fire' ને ઓસ્કરની રેસમાં પછાડી તો Summer of Soul ની સ્ટોરી મુખ્યત્વ 1979ના હાર્લેમ સાંસ્કૃતિક મહોત્સવ પર આધારિત છે. 
 
 
શેના પર બની છે  Summer of 
 
હાર્લેમ કલ્ચરલ ફેસ્ટિવલ હાર્લેમના માઉન્ટ મોરિસ પાર્ક ખાતે યોજાયો હતો અને છ અઠવાડિયા સુધી ચાલ્યો હતો. તેમાં સ્ટીવી વન્ડર, ધ સ્ટેપલ સિંગર્સ, મહાલિયા જેક્સન, ધ 5મું ડાયમેન્શન, નીના સિમોન, ગ્લેડીઝ નાઈટ એન્ડ ધ પીપ્સ અને અન્ય જેવા પ્રખ્યાત અમેરિકન પોપ સ્ટાર્સે હાજરી આપી હતી. આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આ ઘટનાને પોપ કલ્ચરમાં શા માટે ખરાબ ગણવામાં આવે છે તે ઉંડાણપૂર્વક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 
એક છાપાની યાત્રા પર આધારિત છે આ ફિલ્મ 
 
'Writing With Fire' ની વાત કરીએ તો આ ફીચર ડૉક્યુમેંટ્રી તાજેતરના  વર્ષોમાં છાપાના પ્રિંટથી ડિજિટલમાં સ્વિચ કરવાને કૈપ્ચર કરે છે. 
આ ડોક્યુમેન્ટરી બતાવે છે કે ચીફ રિપોર્ટર મીરા અને તેના સાથી પત્રકારો સંમેલનો કેવી રીતે ભંગ કરે છે, આ ડોક્યુમેન્ટરી બતાવે છે કે ભારતના સૌથી મોટા મુદ્દાઓ અને તેમના ઘરની મર્યાદામાં રિપોર્ટિંગ કરીને શક્તિશાળી બનવાનો મતલબ શું છે.
 
શું બતાવે છે આ ડોક્યુમેંટ્રી ફિલ્મ ?
 
ડોક્યુમેંટ્રી  પિતૃસત્તાની ધારણાઓ પર સવાલ ઉઠાવે છે અને પાવર રિડિફાઈન કરે છે, લોકલ પોલીસ દળની નબળાઈઓની તપાસ કરે છે અને કાસ્ટ અને જેન્ડર વાયોલેંસનો ભોગ બનેલા લોકોનો અવાજ સાંભળે છે. 'ખબર લહરિયા' એ 2002 થી ભારતનું એકમાત્ર ગ્રામીણ અખબાર છે, જે દલિત મહિલાઓ દ્વારા સંચાલિત છે.   જે બુંદેલખંડના ચિત્રકૂટથી દિલ્હી સ્થિત NGO 'નિરંતર' દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ.
 
જીતી ચુકી છે 28 ઈંટરનેશનલ એવોર્ડ 
 
આ છાપુ બુંદેલી અને અવધી સહિત હિન્દીની ગ્રામીણ બોલીઓમાં આખા ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રકાશિત થાય છે. રાઈટિંગ વિધ ફાયરે પહેલા જાન્યુઆરીમાં  Sundance Film Festival સહિત 28 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા હતા. જો કે ઓસ્કરની રેસમા% આ ફિલ્મ પછડાઈ ગઈ અને અંતિમ ક્ષણે Summer of Soul બાજી મારી  ગઈ. c