Mirzapur ના અભિનેતાનું હાર્ટ એટેકને કારણે થયુ નિધન, એક ફંકશન દરમિયાન છાતીમાં થયો તીવ્ર દુખાવો
ટીવી અને બોલિવૂડ અભિનેતા શાહનવાઝ પ્રધાનનું 17 ફેબ્રુઆરીએ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જણાવી દઈએ કે અભિનેતાએ 56 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, શાહનવાઝ એક ફંક્શનમાં ગયા હતા, જે દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના પછી તેમને તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. શાહનવાઝ પ્રધાનના અંતિમ સંસ્કાર 18 ફેબ્રુઆરી એટલે કે આજે થશે.
મિર્ઝાપુરમાં શાહનવાઝ સાથે કામ કરનાર રાજેશ તૈલંગે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ સાથે શોક વ્યક્ત કર્યો હતો જેમાં લખ્યું હતું કે, "શાહનવાઝ ભાઈ આખરી સલામ!!! શૂટ દરમિયાન તમારી સાથે કેટલો સુંદર સમય પસાર કર્યો તે વિશ્વાસ નથી કરી શકતો.' યશપાલ શર્મા પણ સમારંભમાં હાજર રહેલા ઘણા કલાકારોની સામે આ બધું કેવી રીતે થયું તે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું.
શાહનવાઝે સિરિયલ 'શ્રી કૃષ્ણ'માં નંદ બાબાની ભૂમિકા ભજવી હતી. તેમણે 'દેખ ભાઈ દેખ', 'અલીફ લૈલા', 'બ્યોમકેશ બક્ષી', 'બંધન સાત જનામોં કા' અને 24 જેવા શો અને 'પ્યાર કોઈ ખેલ નહીં', 'ફેન્ટમ' અને 'રઈસ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે પ્રખ્યાત વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં ગોલુ ઓર સ્વીટી કે પિતાના રોલમાં જોવા મળ્યા હતા જે પોલીસ ઓફિસર છે.