ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2023 (17:13 IST)

રશ્મિકા મંદાનાનો ફેક વાયરલ વીડિયો, અમિતાભ બચ્ચને શું કહ્યું?

અભિનેત્રી રશ્મિકા મંદાના ચર્ચામાં છે અને એ સાથે જ ડીપફેક ટેકનિકને લઇને એક નવી ચર્ચા શરૂ થઈ રહી છે.‘પુષ્પા’ જેવી ફિલ્મોથી અલગ ઓળખ બનાવનાર રશ્મિકા મંદાનાની ચર્ચા હાલમાં એક વાયરલ વીડિયોને લઇને થઈ રહી છે.
 
આ વીડિયોમાં દેખાતી મહિલાને ડીપફેક વીડિયો દ્વારા રશ્મિકા મંદાના તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 
રશ્મિકાએ લખ્યું, "આજે એક મહિલા અને એક અભિનેત્રી હોવાના કારણે હું મારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકોની આભારી છું જેઓ મારા સપોર્ટ સિસ્ટમ છે.પરંતુ જો હું શાળા કે કૉલેજમાં હોત અને ત્યારે મારી સાથે આવું કંઈક બન્યું હોત, તો હું ખરેખર કલ્પના કરી શકતી નથી કે મેં તેનો સામનો કેવી રીતે કર્યો હોત."
 
અભિનેતા અમિતાભ બચ્ચને આ વીડિયોને લઈને કહ્યું છે કે આ મામલામાં કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.જ્યારે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ભ્રામક કે ખોટી માહિતી તેમના પ્લૅટફૉર્મ્સ પર શેયર ન થાય.

 
ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝ સાથે સંકળાયેલા અભિષેકે ટ્વિટર પર કહ્યું: "આ વીડિયો ડીપ ફેક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને વીડિયોમાં દેખાતી મહિલા રશ્મિકા મંદાના નથી."