બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (12:07 IST)

Raju Srivastav Death- રાજુ શ્રીવાસ્તવ મુંબઈમાં રિક્શા ચલાવતા હતા, પછી બન્યા કોમેડીના 'ગજોધર ભૈયા'

Raju Srivastav - રાજુ શ્રીવાસ્તવ મૃત્યુ: પ્રખ્યાત હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 10 ઓગસ્ટના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવ કાનપુરની શેરીઓમાંથી બહાર આવ્યા અને મુંબઈની ફિલ્મ જગતમાં ખ્યાતિ મેળવી. 80ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રાજુ શ્રીવાસ્તવે ટીવી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી ઘર-ઘરમાં ઓળખ મેળવી હતી.
 
રાજુ શ્રીવાસ્તવે કોમેડી કરીને લોકોને ખૂબ હસાવ્યા જ નહીં. પણ ફિલ્મોમાં એક્ટિંગ કરીને તેણે દર્શકોના દિલમાં પણ પોતાની છાપ છોડી. કાનપુરથી મુંબઈ સુધીની સફર લાંબી અને સખત હતી. તેમના ફેંસ તેમને રાજુ શ્રીવાસ્તવ કરતા વધુ ગજોધર ભૈયા તરીકે ઓળખે છે.
 
રાજુ શ્રીવાસ્તવ કાનપુરથી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમની સફર આસાન નહોતી. તેણે પોતાના સપના પૂરા કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. થોડા સમય પછી જ્યારે રાજુ પાસે પૈસાની અછત શરૂ થઈ ત્યારે તેણે મુંબઈમાં રિક્શા પણ ચલાવી.
 
જ્યારે તે મુંબઈની સડકો પર ઓટો ચલાવતો હતો, ત્યારે એક દિવસ તેનું નસીબ ફરી વળ્યું અને તેને કોમેડી શોમાં બ્રેક મળ્યો. આ શોથી તેને કોમેડી શોમાં કામ મળ્યુ. તેમણે દૂરદર્શનની 'ટી ટાઈમ મનોરંજન'માં કામ કર્યું હતું. પરંતુ તેણે લોકપ્રિય 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' કરી હતી.