સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 27 મે 2024 (13:54 IST)

પાકિસ્તાની અભિનેતા તલત હુસૈનનુ નિધન, અભિનેત્રી રેખા સાથે આ ફિલ્મમાં કર્યુ હતુ કામ

તલત હુસૈન એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે ક્રિકેટના મેદાનમાં પણ પોતાનો દમખમ બતાવી ચુક્યા છે. આવામાં આ દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર તેમના ફેંસને શૉક કરી દીધા છે.  તલત હુસૈન લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, જેના કારણે તેમને કરાંચીના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

 
દિગ્ગજ પાકિસ્તાની અભિનેતા તલત હુસૈન હવે આ દુનિયામાં રહ્યા નથી. દિગ્ગજ અભિનેતાએ રવિવારે 26 મે ના રોજ 83 વર્ષની વયે લાંબી બીમારી પછી અંતિમ શ્વાસ લીધા. પાકિસ્તાની અભિનેતા અદનાન સિદ્દીકીએ પણ પોતાના એક્સ પ્લેટફોર્મ દ્વારા તેમના નિધનની ચોખવટ કરી છે. તલત હુસૈન એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાતેહ ક્રિકેટના મેદાનમાં પણ પોતાનો  દમ બતાવી ચુક્યા હતા. આવામાં આ દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર તેમના ફેંસને શૉક કરી દીધા છે. તલત હુસૈન લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. જેના કારણે તેમને કરાંચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
અર્સલાન ખાને નિધનની કરી ચોખવટ 
અદનાન સિદ્દીકી ઉપરાંત તલત હુસૈનના નિધનના સમાચાર શેયર કરતા અર્સલાન ખાને લખ્યુ - પાકિસ્તાનના સૌથી સારા અભિનેતાઓમાંથી એક તલત હુસૈન હવે આ દુનિયામાં રહ્યા નથી. અલ્લાહ તેમને જન્નતમાં સૌથી ઉચુ સ્થાન આપે.  આમીન. અર્સલાન ખાનની આ પોસ્ટ જોતા જ તલત હુસૈનના ફેંસ વચ્ચે શોકની લહેર દોડી ગઈ. 
 
દિલ્હીમાં થયો હતો તલત હુસૈનનો જન્મ 
ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બર 1940ના રોજ જન્મેલા તલત એક નામી અભિનેતા હતા. ભલે તલત હુસૈન એક પાકિસ્તાની અભિનેતા હતા પણ ભારત સાથે પણ તેમનો ઉંડો સંબંધ હતો.  તલત હુસૈનનો જન્મ રાષ્ટ્રીય રાજઘાની દિલ્હીમાં થયો હતો. પણ ભારત-પાકિસ્તાન વિભાજન પછી તેમનો પરિવાર કરાંચીમાં શિફ્ટ થઈ ગયો. તેમણે ફક્ત પાકિસ્તાની મનોરંજન જગતમાં જ નહી બોલીવુડ ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો.  તેમણે  રેખા, જયા પ્રદા અને જીતેન્દ્ર સાથે પણ કામ કર્યુ હતુ.  તલત હુસૈને આ દિગ્ગજ સિતારા સથે સૌતનની બેટીમાં કામ કર્હ્યુ હતુ. 
 
રેખા-જિતેન્દ્ર સાથે કામ કર્યું
તલત વિવેચકો દ્વારા વખાણાયેલા ટીવી નાટકો અને ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા હતા. તે "આંસુ," "બંદિશ," "અર્જુમંદ," "દેસ પરદેસ," "ઈદ કા જોરા," "તારિક બિન ઝિયાદ," "ફાનુની લતીફી," "હવાઈન" અને અન્યમાં તેની ભૂમિકાઓ માટે પ્રખ્યાત છે. તલત હુસૈનને સૌથી વધુ પ્રસિદ્ધિ સિરિયલ 'બંદિશ'થી મળી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની, પ્રોફેસર રક્ષંદા હુસૈન અને તેમના ત્રણ બાળકો - બે પુત્રી અને એક પુત્ર છે.