બોલીવુડમાં ગાવા માટે નથી મળતા પૈસા - નેહા કક્કડ
બોલિવૂડને 'આંખ મારે', 'ઓ સાકી', 'દિલબર' અને 'કાલા ચશ્મા' જેવા અનેક હિટ ગીતો આપનાર સિંગર નેહા કક્કડે કહ્યું છે કે ફિલ્મ ઉદ્યોગમાં ગાયકોને ભાગ્યે જ પૈસા ચૂકવવામાં આવે છે. લોકપ્રિય ગાયકે કહ્યું, “અમને બોલિવૂડમાં ગાવા માટે કોઈ પૈસા મળતા નથી.
ખરેખર, એવુ થય છે કે તે લોકોને લાગે છે કે જો કોઈ સુપર હિટ ગીત આવશે, તો ગાયકો શો દ્વારા કમાણી કરશે. 31 વર્ષીય ગાયકે કહ્યું, "મને લાઇવ કોન્સર્ટ અને અન્યત્ર સારી એવી રકમ મળે છે, પરંતુ બોલિવૂડમાં આવું નથી." તેઓ અમને ગાવાના પૈસા ચુકવતા નથી. કામની વાત કરીએ તો નેહા રેપર યો યો હની સિંહ સાથેના 'મોસ્કો સુકા' ગીતમાં પોતાનો અવાજ આપશે
આ ગીત પંજાબી અને રશિયન ભાષાનું મિશ્રણ છે અને આનો રશિયન ભાગ એકતેરીના સિજોવાએ ગાયો છે. નેહાએ ગુરુવારે પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ભાઈ ટોની કક્કડ સાથે પોતાની તસવીરો અપલોડ કરી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટોની અને નેહાએ એક સાથે 'કાર મેન મ્યુઝિક', 'ધીમે-ધીમે' અને 'કોકા-કોલા' જેવા ગીતો ગાયાં છે.