ગુરુવાર, 3 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 31 માર્ચ 2025 (13:37 IST)

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

malika
malika
મલાઈકા અરોરા એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીનુ એક એવુ નામ છે જે તમારા ગ્લેમરસ અવતાર અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મોટેભાગે તેને જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે અને ફેંસ 50 ની વયમા પણ તેની સુંદરતાને જોઈને હેરાન થતા રહે છે. મલાઈકા હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પણ પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.  
 
 પહેલા  એકબાજુ જ્યા અર્જુન કપૂરની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં જોવા મળતી હતી. બીજી બાજુ થોડા સમય પછી બંનેના બ્રેકઅપના સમાચારે ખૂબ જોર પકડ્યુ. આ બંને હવે એકબીજાથી જુદા થઈ ગયા છે. આ તમામ વસ્તુઓ વચ્ચે મલાઈકા  એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. આ ચર્ચા તેમની ડેટિંગને લઈને છે. જેને ફેંસને હેરાન કરી નાખ્યા છે. 

 
ક્રિકેટરના પ્રેમમાં પડી મલાઈકા 
મીડિયા રિપોર્ટ્સમાં ઝડપથી આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે મલાઈકા અરોરા એકવાર ફરી પ્રેમમાં પડી છે. આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે તે એક ક્રિકેટરના પ્રેમમાં પડી છે. મલાઈકાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમા તેને એક ફેમસ ક્રિકેટર સાથે જોઈ શકાય છે.  બંનેયે એક જ જેવી ટી શર્ટ પહેરી છે.  
 
કોણ છે ક્રિકેટર 
ઉલ્લેખનીય છે કે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે આઈપીએલ મુકાબલો હતો. આ દરમિયાન મલાઈકા અરોરા સ્ટેડિયમમાં જોવા મળી.  અહી તેમની સાથે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સના કુમાર સંગકારા એક સાથે જોવા મળ્યા.  બંનેયે રાજસ્થાન રોયલ્સની જર્સી પહેરી હતી.  તેમની તસ્વીર જેવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ કે તેમની ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યુ.  
 
યુઝર્સે આપ્યુ કમાલનુ રિએક્શન 
મલાઈકા અને કુમારની તસ્વીર સામે આવતા જ યુઝર્સ એ જુદા જુદા રિએક્શન આપવા શરૂ કરી દીધા. એકે લખ્યુ મલાઈકા, કુમાર સંગકારા એક સાથે બેસ્યા છે કંઈક તો ચાલી રહ્યુ છે. મને અભિનેત્રી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોઈ રિલેશન તો નથી દેખાતુ.  એકે તો ડાયરેક્ટ પુછી લીધુ કે શુ મલાઈકા અરોરા કુમાર સંગકારાને ડેટ કરે રહી છે. બંનેની તસ્વીર એક સાથે જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે.  
 
એક્ટ્રેસની લાઈફ 
મલાઈકાની પર્સનલ જીંદગીની વાત કરીએ તો 1998માં તેમની સલમાન ખાનના ભાઈ અરબાજ સાથે લગ્ન થયા હતા. બંનેનો એક પુત્ર અરહાન પણ છે. 2017 માં બંને વચ્ચે ડાયવોર્સ થઈ ગયા અને મલાઈકાએ અર્જુન કપૂરને ટેટ કરવુ શરૂ કરી દીધુ.  6 વર્ષ સાથે રહ્યા પછી બંન્નેનુ બ્રેકઅપ થઈ ગયુ છે.  અર્જુનથી છુટા પડ્યા પછી મલાઈકાને કોઈ અન્ય સાથે જોવામા આવી નથી પણ હવે તેની ડેટિંગ ની અફવાએ જોર પકડ્યુ છે.