HBD લતા મંગેશકર - લતા મંગેશકરના 92માં જન્મદિવસ પર 26 વર્ષ પછી રીલીઝ કરવામાં આવશે તેમનુ ગીત ઠીક નહી લગતા
ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ અને ગીતકાર ગુલઝારે કહ્યું છે કે 26 વર્ષ પહેલા આ જોડીએ લતા મંગેશકર(Lata Mangeshkar) સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું જે મંગળવારે રિલીઝ થશે. 'ઠીક નહીં લગતા' લીરિક્સવાળુ ગીત એક ફિલ્મ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જે બાદમાં બંધ કરવામાં આવી હતી.
આ ગીત હવે ભારદ્વાજના લેબલ 'વીબી મ્યુઝિક' અને 'મોઝ' એપના સહયોગથી લતા મંગેશકરના 92 માં જન્મદિવસ પર રિલીઝ થશે. સોમવારે ડિજિટલ માધ્યમથી આયોજીત પ્રેસ કોંફરેંસ દરમિયાન ભારદ્વાજે કહ્યું હતું કે તેણે ફિલ્મ 'માચીસ' પહેલા પણ મંગેશકર સાથે 'ઠીક નહીં લગતા' ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીત અન્ય ફિલ્મ માટે લખવામાં આવ્યું હતું, જે બની શકી નહી.
ફિલ્મ નિર્માતાએ પત્રકારોને કહ્યું, "તે સમયે અમે આ ગીત પણ રેકોર્ડ કર્યું હતું. કમનસીબે, જે ફિલ્મ માટે આ ગીત બનાવાયુ હતુ, તે સાકાર થયું નહીં. આ ગીત પણ તેની સાથે ખોવાઈ ગયું હતું. લાંબા સમય સુધી અમે ફરી ફિલ્મ બનાવવાનું વિચારતા રહ્યા, પરંતુ 10 વર્ષ પછી સ્પષ્ટ થઈ ગયું કે હવે આ ફિલ્મ બની શકશે નહીં. ભારદ્વાજે કહ્યું કે લતા મંગેશકરનું ગીત જે ર રેકોર્ડ કરવામાં આવ્યું હતું તે ખોવાઈ ગયું હતું અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બંધ હતો. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા તેમને બીજા રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી ફોન આવ્યો કે તેમને એક ટેપ મળી છે જેના પર ભારદ્વાજનું નામ લખેલું છે.
ભારદ્વાજે કહ્યું, “જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તે જ ગીત તેમાં હતું. લતાજીનો અવાજ બીજા ટ્રેક પર હતો. તેથી ગીત થોડું જૂનું લાગતું હોવાથી તેથી અમે ગીતને ફરી ઓર્કેસ્ટ્રેટ કર્યુ. તે ગીત ગુમાવ્યા બાદ ફરી એક વાર મળવુ એ મહત્વનું હતું. 'મંગેશકરે એક ઓડિયો સંદેશમાં ગીતને પાછું લાવવા માટે ગુલઝાર અને ભારદ્વાજ બંનેની પ્રતિભાની પ્રશંસા કરી. ગુલઝારે ભારદ્વાજને 'ગીત શોધનારા કોલંબસ' ગણાવ્યા અને કહ્યું કે આ ગીત આજે પણ પ્રાસંગિક છે.