શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000240232{main}( ).../bootstrap.php:0
20.15336089592Zend_Application->run( ).../bootstrap.php:62
30.15336089728Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.15346090784Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.17086402288Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.17806734656Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.17816750432Article_ManagerController->displayAction( ).../Action.php:516
80.96837281360partial ( ).../ManagerController.php:848
90.96837281800Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
100.96957286664call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
110.96957287408Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
120.96997301152Zend_View_Abstract->render( ).../Partial.php:105
130.96997318136Zend_View->_run( ).../Abstract.php:888
140.96997320088include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (15:05 IST)

HBD કરણ જોહર - શુ તમે જાણો છો કરણ જોહર અને એકતા કપૂર વચ્ચે શુ છે સમાનતઓ ?

બોલિવુડના જાણીતા ફિલ્મમેકર કરણ જોહરનો આજે (25 મે) જન્મદિવસ છે. કરણના જીવન સાથે જોડાયેલી મોટાભાગની વાતો આપણે બધા જાણીએ છીએ. ઘણુ બધુ તેમને પોતાના પુસ્તક 'ધ અનસ્યુટેબલ બોય' માં  કહ્યું છે. કરણ સિંગલ પેરન્ટ છે. સરોગસી દ્વારા પિતા બન્યા છે. તેમણે લગ્ન કર્યાં નથી, જોકે તેઓ અનેકવાર બતાવી ચુક્યા છે કે બાળપણમાં તેમનુ દિલ  ટ્વિંકલ ખન્ના પર ફિદા થઈ ગયુ હતુ.  કરણ જોહરનું નામ એક અન્ય સેલીબ્રિટી સાથે પણ જોડાયુ હતુ અને એ છે એકતા કપૂર. એક સમય હતો જ્યારે તેમના લગ્નના સમાચાર પણ ચર્ચામાં હતા. 
 
બંને સરોગસીથી બન્યા પેરેંટ્સ 
 
કરણ જોહર અને એકતા કપૂર બંને પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે. બંને વચ્ચે ઘણી સમાનતાઓ છે, જેને જાણીને તમે પણ નવાઈ પામશો. એકતા પણ સિંગલ પેરેંટ છે. તે કરણની જેમ સરોગસીથી માતા બની છે.  કરણનાં બાળકો યશ અને રૂહી છે. એકતાના પુત્રનું નામ રવિ છે.
 
પિતાના નામ પર પુત્રનુ નામ 
 
બાળકોની સરોગસીથી લઈને તેમના નામ મુકવા સુધીની એક વસ્તુ કોમન  છે. એકતાએ પુત્રનું નામ પોતાના  પિતાના નામ પર મુક્યુ  છે. આ સાથે જ કરણે પણ પોતાના પુત્ર યશનું નામ પણ તેના પિતા યશ જોહર પર મુક્યુ છે. તેની પુત્રીનું નામ રૂહી છે જે તેની માતાના નામથી ઉંધુ છે  કરણની માતાનું નામ હીરુ છે.
 
બંનેને ક અક્ષર પ્રત્યે પ્રેમ 
 
કરણ જોહરની ફિલ્મો મોટાભાગે 'ક' અક્ષરથી શરૂ થાય છે. એ જ રીતે એકતા કપૂર તેની સીરીયલોના નામ 'ક' અક્ષર સાથે શરૂ કરવા માટે જાણીતી છે. ખૂબ જ  ઓછા લોકો જાણે છે કે એકતા કપૂર અને કરણ જોહર બંને પત્રકાર બનવા માંગતા હતા. કરણ જોહર અને એકતા કપૂર વચ્ચે ઘણી બધી વાતો કોમન છે જેને જાણીને કોઈને પણ નવાઈ લાગી શકે.  બંનેનો ડર પણ સરખો છે. કરણ અને એકતા બંનેને ફ્લાઇટથી ડર લાગે છે.
 
લગ્નના સમાચાર પર કરણનુ રિએક્સન 
 
ઘણા સમય પહેલા એકતા કપૂર અને કરણ જોહરના લગ્નના સમાચાર આવ્યા હતા. જેના પર કરણે કહ્યું હતું કે જો એકતા સાથે લગ્ન થશે તો તેની માતા ખૂબ ખુશ થઈ જશે. કરણે આની પાછળ એક ઈંટ્રેસ્ટિંગ કારણ આપ્યું હતું. તેમણે કહ્યું  કે મારી માતા મારા લગ્નથી નહી પણ એ માટે ખુશ થશે કારણ કે સીરીયલ્સમાં શુ થવાનુ છે એ તેને પહેલાથી જ જાણ થઈ જશે. 
 
એકતાએ કહ્યુ હતુ, પ્રપોઝલની રાહ જોઉ છુ 
 
બીજી બાજુ જ્યારે એકતાને પૂછવામાં આવ્યું કે શું તે કરણ જોહર સાથે લગ્ન કરવાની છે? જેના જવાબમાં તેણે મજાકમાં કહ્યું કે તે  રાહ જોઇ રહી છે કે કરણ તેને પ્રપોઝ કરે. જોકે, કરણે એક ઇન્ટરવ્યુ દરમિયાન લોકોની મિસઅંડરસ્ટેંડિંગને  દૂર કરી હતી. તેણે કહ્યું હતું કે તેના અને એકતાના લગ્નના સમાચારો એટલા જ સાચા છે જેટલુ કે સલમાન ખાનનુ વર્જિન હોવુ.