OMG! કપડાં વિના જ ઓસ્કારમાં પહોંચ્યો અભિનેતા
ભારતીય ટાઈમ જોન મુજબ આજે ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ શો ઓક્સર 2024ના વિજેતાઓનુ એલાન થઈ ગયુ છે. અનેક કેટેગરીઝમાં એકેડમી એવોર્ડ્સથી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. આ ઈવેંટ દરમિયાન અનેક કલાકારો પર લોકોની નજર રહી. ઘણા લોકો અંતરંગી આઉટફિટમાં પણ જોવા મળ્યા. કેટલાકે પોતાના કપડા દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની વાત લોકો વચ્ચે મુકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન જૉન સીનાએ સૌનુ ધ્યાન ખેંચુ અને કંઈક એવુ કરી દીધુ જે ઓસ્કરના ઈતિહાસમાં નોંધવામાં આવ્યુ અને લોકો તેને હંમેશા યાદ રાખશે. જૉન સીનાએ છેવટે શુ કર્યુ અને લોકો તેના પર કેવા પ્રકારના સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે. આવો જાણીએ.
કપડા વગર આવ્યા જૉન સીન
ઉલ્લેખનીય છે કે જૉન સીના એકેડમી એવોર્ડ્સના મંચ પર અચાનક જ આવી ગયા અને આ દરમિયન તેમણે એક પણ કપડા કૈરી કર્યા નહોતા. તેમને કપડા વગર જોઈને બધા કલાકારો નવાઈ પામ્યા. દર્શકો હસવા લાગ્યા તો કેટલાક એકદમ શોક્ડ થઈ ગયા. લોકોને સમજાયુ જ નહી કે છેવટે જૉન સીના કપડા વગર આવીને શુ કહેવા માંગી રહ્યા છે. જોન સીના દ્વારા આવુ કરવાથી બબાલ ઉભી થઈ અને એકદમ મંચ પર ભગદડનો માહોલ જોવા મળ્યો. કેટલાક લોકોએ મંચ પર એક લાંબી ચાદર લઈને દોડી આવ્યા અને તેમને જૂના જમાનાના કપડા મુજબ એ ચાદરથી લપેટી દેવામાં આવ્યા. આવો જાણીએ શુ હતો મામલો.
કર્યુ હતુ પ્રૈંક
ઉલ્લેખનીય છે કે ઓસ્કર હોસ્ટ કરી રહેલા જિમી કિમલે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે 50 વર્ષ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં એક વ્યક્તિ કપડા વગર જ પહોચી ગયો હતો. ત્યારે રેસલર અને એક્ટર્જોન સીના સંતાયેલા જોવા મળ્યા. તેઓ પુરી રીતે નગ્ન હતા અને તેમને એક તખ્તી દ્વારા ખુદને કવર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કપડા વગર જ આગળ આવે છે અને બેસ્ટ કૉસ્ટ્યૂમ ડિઝાઈનના વિનરના નામનુ એલાન કરે છે. આ દરમિયાન જીમી તેમને કપડામાં લપેટે છે. આ પુરો મામલો એક પ્રૈંક હતો.
લોકો આપી રહ્યા છે મજેદાર રિકેશન
તેના વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે અને લોકો અજબ ગજબના રિકેશન આપી રહ્યા છે. અનેક લોકો તેને જોઈને હસીને લોટપોટ થઈ રહ્યા છે તો બીજી બાજુ અનેક લોકો એવા છે જેમનુ કહેવુ છે કે આ વર્ષો સુધી યાદ રહેશે. બીજી બાજુ એકે લખ્યુ કે જૉન સીનાએ બબાલ મચાવી દીધી. બીજી બાજુ એકે કહ્યુ કે છેવટે કોણે આવુ વિચાર્યુ હશે. આ જ પ્રકારના રોચક કમેંટ સતત વાયરલ થઈ રહ્યા છે.
આ એવોર્ડ પ્રેઝન્ટ કરવા આવ્યા હતા જોન સીના
ઉલ્લેખનીય છે કે બેસ્ટ કૉસ્ટયૂમ ડિઝાઈનનો એવોર્ડ હોલી વાડિંગટનને મળ્યો. જોન સીનાએ તેને પ્રેજેંટ કર્યો. આ એવોર્ડ તેમને ફિલ્મ 'પુઅર થિંગ્સર' માટે મળ્યો છે