શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 15 મે 2024 (12:15 IST)

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

madhuri dixit
madhuri dixit
બોલીવુડમાં ઘક-ઘક ગર્લના નામથી જાણીતી માઘુરી દીક્ષિત આજે 15 મે ના રોજ પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહી છે. માઘુરીએ બોલીવુડમાં અનેક દસકા સુધી રાજ કર્યુ છે.  કદી ચંદ્રમુખી બની તો કદી મોહીની બની લોકોના દિલો પર રાજ કર્યુ છે. આવો આજે તેમના કેટલાક આવાજ ફેમસ પાત્ર પર નાખીએ નજર. 
 
'તેજાબ' - મોહિની 
 
તેજાબ એ ફિલ્મ છે જેને રાતો રાત માઘુરી દીક્ષિતને સ્ટાર બનાવી દીધી હતી. અનિલ કપૂર સાથે આ ફિલ્મમાં માઘુરીની જોડી ખૂબ જામી હતી. ફિલ્મમાં માઘુરીનુ નામ મોહિની હતુ જે એક તડીપાર મુન્નાને પ્રેમ કરે છે. બંન્નેએ પોતાની લવસ્ટોરીને સફળ કરવા માટે ઘણી મુસીબતોનો સામનો કર્યો. બીજી બાજુ આ ફિલ્મની સ્ટોરી આથે તેના ગીતો પણ ખૂબ સુપરહિટ રહ્યા હતા. માઘુરી પર ફિલ્માવેલ ગીત એક.. દો .. તીન એ સફળતાના બધા રેકોર્ડ તોડી નાખ્યા. આજે પણ આ ગીત લોકોને નાચવા મજબૂર કરી દે છે. 
 
હમ આપકે હૈ કૌન - નિશા ચૌઘરી 
 
સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હમ આપકે હૈ કૌન માં પણ માઘુરી નિશા ચૌઘરીના પાત્રમાં છવાય ગઈ હતી. ફિલ્મમાં તેમની અદાઓ જોવા લાયક હતી. સલમાન સાથે તેમનો રોમાંસ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બીજી બાજુ ફિલ્મના ગીતને પણ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો.  આ ફિલ્મ ત્યા સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની. આ ફિલ્મએ એ વર્ષે પાંચ ફિલ્મફેયર એવોર્ડ જીત્યા. 

 
દિલ તો પાગલ હૈ - પૂજા 
 
દિલ તો પાગલ હૈ માં માઘુરી શાહરૂખ ખાન સાથે જોવા મળી. માઘુરી સાથે આ ફિલ્મમાં કરિશ્મા કપૂર પણ હતી. આ ફિલ્મમાં શાનદાર અભિનય માટે માઘુરીને ફિલ્મફેયર બેસ્ટ એક્ટર-ફીમેલ એવોર્ડ મળી ચુક્યો છે.
 
'દેવદાસ' - ચંદ્રમુખી
જ્યારે આપણે માધુરીના પ્રખ્યાત પાત્રો વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે તમે 'દેવદાસ'ના ચંદ્રમુખીના પાત્રને કેવી રીતે ભૂલી શકો. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ સુપરહિટ ફિલ્મમાં માધુરીની સાથે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય પણ હતા. આ ફિલ્મમાં તવાયફ ચંદ્રમુખીનું પાત્ર ભજવતી માધુરીએ શાનદાર અભિનય આપ્યો હતો, જેને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી.
 
'સાજન'- પૂજા
 
ફિલ્મ 'સાજન' પણ માધુરીની શાનદાર અભિનયનું અનોખું ઉદાહરણ છે. આ ફિલ્મમાં માધુરી સાથે સલમાન ખાન અને સંજય દત્ત જોવા મળ્યા હતા. સંજય અને માધુરીની મિત્રતા પણ આ ફિલ્મથી શરૂ થઈ હતી. આ ફિલ્મ માટે માધુરીને ફિલ્મફેર બેસ્ટ એક્ટર-ફિમેલ નોમિનેશન મળ્યું હતું.
 
'ખલનાયક'- ગંગોત્રી
 
માધુરીને ફિલ્મ 'ખલનાયક'માં ફરી એકવાર જેકી શ્રોફ અને સંજય દત્ત સાથે કામ કરવાની તક મળી. ફરી એકવાર તેમની જોડી સુપરહિટ સાબિત થઈ અને ખલનાયક વર્ષ 1992ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ફરી એકવાર માધુરીને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ ફિલ્મફેર અભિનેત્રીના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી.