રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 13 નવેમ્બર 2018 (17:48 IST)

#DeepVeerKiShaadi : હોટલનુ ભાડુ છે 1,73,25,000, જાણો લગ્ન સાથે જોડાયેલ દરેક Detail

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના રિવાજ ઈટલીના લેક કોમોમાં શરૂ થઈ ચુક્યા છે. 14 અને 15 નવેમ્બરના રોજ બંને સાત ફેરા લેશે. જેવી જ રણવીર-દીપિકાએ પોતાના લગ્નનુ એલાન સોશિયલ મીડિયા પર કર્યુ, આ લગ્ન સાથે જોડાયેલ અલગ અલગ પ્રકારના સમાચાર સામે આવવા માંડ્યા. 
 
લોકો વચ્ચે ક્યારેક વેડિંગ ડેસ્ટિનેશન ચર્ચાનો વિષય રહે છે તો ક્યારે લગ્નમાં દીપિકા અને રણબીરના ગેટઅપ વિશે ચર્ચા. ક્યારેક મેન્યુ માટે ચર્ચા તો ક્યારે રિસેપ્શન સાથે જોડાયેલ ડિટેલ્સની ચર્ચા.  આવો જાણીએ આ લગ્ન સાથે જોડાયેલ અનેક એવી ડિટેલ્સ જેના વિશે તમે હજુ પણ અજાણ હશો. 
 
પાંચ દિવસ માટે થયો ફંક્શનનો વીમો 
દીપવીરના લગ્નના ફંક્શનનો વીમો સરકારી વીમા કંપની ઓરિએંટલ ઈશ્યોરેંસ દ્વારા કરવામાં આવ્યો છે. આ વીમો પાંચ દિવસ(12-16 નવેમ્બર) માટે કરવામાં આવ્યો છે. આ વીમા હેઠળ ફંક્શન દરમિયાન થનારી ચોરી, વિસ્ફોટ, વિમાન યાત્રા, ભૂકંપ, પાણી, પૂર, વાવાઝોડુ અને આગથી થયેલ નુકશાનનો વીમો કંપની કવર કરશે.  અ સાથે જ જ્વેલરીને પણ આ વીમામા6 સામેલ કરવામાં આવી છે. 
 
24 લાખ રૂપિયા છે એક દિવસનુ ભાડુ 
 
સૂત્રોના જણાવ્યા મુજબ જ્યા રણવીર અને દીપિકા સંગ બધા લોકો રોકાયા છે ત્યા ના એક રૂમનુ ભાડુ ન્યૂનતમ લગભગ 33000 રૂપિયા પ્રતિદિન છે. ત્યા કુલ 75 રૂમ છે જેના મુજબ રણવીર અને દીપિકા રોજ 24,75,000 રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. જો આપણે એક અઠવાડિયાની વાત કરીએ તો તેમને આ માટે  1,73,25,000 રૂપિયા ભાડાના રૂપમાં ખર્ચ કરવા પડશે. 
આટલા દિવસ લેક કોમોમાં રહેશે દીપવીર 
 
માહિતી મુજબ લગ્ન પછી 16 તારીખ સુધી દીપવીર અહી રહી શકે છે. આ જ કારણ છે કે વીમા કંપની દ્વારા પણ 16 નવેમ્બર સુધીના ફંક્શનનો વીમો કરવામાં આવ્યો છે. 
 
આ રહેશે મેન્યુ 
દીપિકા અને રણવીરના લગ્નનો મેન્યુમાં ઈંડિયન અને કૉન્ટિનેંટલ ડિશનો સમાવેશ કરવામાં આવ્યો છે. 14 નવેમ્બરના મેન્યુમાં ડોસા અને રાઈસ સર્વ કરવામાં આવશે. બીજી બાજુ 15 નવેમ્બરના રોજ પંજાબી ડિશ સર્વ કરવામાં આવશે. 
 
 
લગ્નમાં દીપિકા પાદુકોણ આ ગેટઅપમાં જોવા મળશે. 
 
14 ન્વેમ્બર ના રોજ લગ્ન કોંકણી પરંપરાથી કરવામાં આવશે જેમા દીપિકા સાડી અને સોનાની જ્વેલરી પહેરી શકે છે. બીજી બાજુ 15 નવેમ્બરના રોજ લગ્બ્ન સિંધી રિતિ રિવાજથી થશે.ત્યારે દીપિકા લહેંગા પહેરશે. એવુ કહેવાય રહ્યુ છે કે દીપિકાનો લહેંગો ગુલાબી અને પર્પલ રંગનો હોઈ શકે છે. આ લહેંગા સાથે દીપિકા રીગલ જડાઉ નેકલેસ પહેરશે. ઉલ્લેખનીય છે કે લગ્ન દરમિયાન દીપિકા સવ્યસાચીના કલેક્શનમાં જોવા મળશે. 
 
રણબીરની એંટ્રી આ રીતે થશે. 
 
સૂત્રોનુ માનીએ તો લગ્નમાં રણવીર ઘોડી કે કારમાં બેસીને નહી પણ સીપ્લેનથી એંટ્રી કરવાના છે. 
 
આ છે વેડિગ પ્લૈનર 
 
દીપવીરે પોતાના લગ્ન માટે The Wedding Filmerને હાયર કર્યા છે. આ વેડિંગ પ્લાનરે સોનમ કપૂર-આનંદ આહૂજા, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, બિપાશા બસુ-કરણ સિંહ ગ્રોવર, ઈશા દેઓલ-ભારત તખ્તાની અને દિયા મિર્જાના લગ્ન પણ શૂટ કર્યા છે. 
 
આ લોકો હશે મહેમાન 
 
લેક કોમોમાં 30 નિકટના અને સંબંધીઓને ઈંવાઈટ કરવામાં આવ્યો છે. બીજી બાજુ બોલીવુડથી ફક્ત ફરાહ ખાન, શાહરૂખ ખાન, સંજય લીલા ભંસાલીને આમંત્રણ આપે તેવા સમાચાર છે.