દાદા સાહેબ ફાલ્કે ઈંટરનેશનલ એવોર્ડ - સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ ઓફ ધ ઈયર, રણવીર સિંહ બેસ્ટ એક્ટર, કૃતિ સેનન બેસ્ટ એક્ટ્રેસ
રવિવારે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ'ને વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. તે જ સમયે, ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીત પર બનેલી ફિલ્મ '83' માટે રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અભિનેત્રી કૃતિ સેનનને ફિલ્મ 'મિમી' માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકા મદન, રવિના ટંડન, મનોજ બાજપેયી, અહાન શેટ્ટી, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ અલગ-અલગ એવોર્ડ આપવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરીમાં આપવામાં આવેલા પુરસ્કારોની સંપૂર્ણ યાદી અહીં જુઓ.
સીરીયલ નંબર |
કોણે મળ્યો એવોર્ડ |
કેટેગરી |
1 |
'પુષ્પા' |
'પુષ્પા' ફિલ્મ ઓફ ધ યર |
2 |
આશા પારેખ |
ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે |
3 |
રણવીર સિંહ |
શ્રેષ્ઠ અભિનેતા - '83' માટે |
4 |
કૃતિ સેનન |
શ્રેષ્ઠ અભિનેત્રી - 'મિમી' માટે |
9 |
શેરશાહ |
શ્રેષ્ઠ ફિલ્મ |
6 |
'અધર રાઉન્ડ' |
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ |
7 |
કેન ઘોષ |
શ્રેષ્ઠ દિગ્દર્શક - સ્ટેટ ઓફ સીઝઃ ટેમ્પલ એટેક |
8 |
જયકૃષ્ણ ગુમ્માડી |
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર - 'હસીના દિલરૂબા' માટે |
9 |
શેરશાહ |
શ્રેષ્ઠ ફિલ્મ |
10 |
સતીશ કૌશિક |
સતીશ કૌશિક સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - 'કાગઝ' માટે |
11 |
લારા દત્તા |
લારા દત્તા સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી - 'બેલ બોટમ' માટે |
12 |
આયુષ શર્મા |
નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ' માટે |
13 |
રાધિકા મદાન |
પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ |
14 |
અહાન શેટ્ટી |
બેસ્ટ ડેબ્યુ - તડપ માટે |
15 |
'કેન્ડી' |
' શ્રેષ્ઠ વેબ સિરીઝ |
16 |
મનોજ બાજપેયી |
વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતા - 'ધ ફેમિલી મેન 2' |
17 |
રવીના ટંડન |
વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી - 'આરણ્યક' માટે |
18 |
વિશાલ મિશ્રા |
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર |
19 |
કનિકા કપૂર સિંગર |
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર |
20 |
'પાઉલી' |
'પાઉલી' બેસ્ટ શોર્ટ ફિલ્મ |
21 |
'અનુપમા' |
વર્ષની શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણી |
22 |
શાહીર શેખ |
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા - 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' માટે |
23 |
શ્રદ્ધા આર્યા |
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રી - કુંડળી ભાગ્ય માટે |
24 |
ધીરજ ધૂપર |
ટેલિવિઝન શ્રેણીનો સૌથી આશાસ્પદ અભિનેતા |
25 |
રૂપાલી ગાંગુલી |
ટેલિવિઝન શ્રેણીની સૌથી આશાસ્પદ અભિનેત્રી |
26 |
'સરદાર ઉધમ' |
ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ |
27 |
'શેરશાહ' |
સિદ્ધાર્થ મલ્હોત્રા ક્રિટીક્સ બેસ્ટ એક્ટર |
28 |
કિયારા અડવાણી |
ક્રિટીક્સ બેસ્ટ એક્ટ્રેસ - 'શેરશાહ' માટે |