સલમાન પર ફાયરિંગ કરનારે કર્યો આપઘાત
મુંબઈ બોલીવુડ સ્ટાર સલમાબ ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. આ કેસમાં એક આરોપી અનુજ થાપને આત્મહત્યા કરી લીધી છે. અનુજ પર શૂટરોને હથિયાર આપવાનો આરોપ હતો. આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 32 વર્ષીય અનુજ થાપનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી અનુજ થાપને ચાદર સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આરોપીને રાત્રે સૂતી વખતે ચાદર આપવામાં આવી હતી. જ્યારે પોલીસની ટીમ નિયમિત તપાસ માટે સવારે તેની બેરેકમાં પહોંચી ત્યારે અનુજ બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
બાદમાં પોલીસ આરોપી અનુજ થપનને જીટી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અહીં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું.
અનુજ થાપન અને સુભાને 15 માર્ચે પનવેલમાં સાગર પાલ અને વિકી ગુપ્તા નામના છોકરાઓને બે પિસ્તોલ પહોંચાડી હતી. આ પિસ્તોલની મદદથી વિકી અને સાગરે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું. વિકી અને સાગરની ગુજરાતના ભુજમાંથી જ્યારે અનુજ અને સુભાષની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં અનુજ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે શરૂઆતથી જ લૉરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો.