બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (20:52 IST)

Aryan Khan Drugs Case: અભિનેત્રી અનન્યા પાંડેની NCBએ આજે ફરી કરી પૂછપરછ, લગભગ પોણા 4 કલાક સુધી ડ્રગ્સને લઈને પૂછ્યા અનેક સવાલ

આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) મામલે એનસીબીએ આજે બીજા દિવસે પણ અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરી. તપાસ એજંસીએ અનન્યાની લગભગ પોણા 4 કલાક સુધી આર્યન સાથે ગાંજાને લઈને થએલ ચૈટ પર સવાલ-જવાબ કર્યા. પહેલા દિવસની પૂછપરછમાં એનસીબીએ અભિનેત્રી  NCB Questioning Ananya Pandey) ની પાસે અનેક મહત્વના પુરાવા મળ્યા હતા. જ્યારબાદ તેણે આજે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.  સોમવારે તેને ફરીથી એનસીબી ઓફિસ બોલાવવામાં આવી. અનન્યા પાંડે આજે લગભગ 3 કલાક મોડી એનસીબીની ઓફિસ પહોંચી હતી, તેને સવારે 11 વાગે હાજર રહેવાનુ હતુ પણ તે પોતાના પિતા ચંકી પાંડે સાથે 3 વાગ્યાની આસપાસ એનસીબી ઓફિસ પહોંચી. 
 
ઓફિસ પહોંચતા જ એનસીબીના અધિકારીઓએ અનન્યા(Ananya Pandey)ને આર્યન ખાન સાથેની ડ્રગ્સને લઈને થયેલ ચેટ પર પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે જે ડ્રગ્સ વિશે બંનેની ચેટ પર વાત કરી હતી તે કોણે સપ્લાય કરી હતી. એનસીબીએ તેને એ પણ પૂછ્યું કે શું તેણે સીધા જ કોઈ પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદી હતી. આ સાથે, ખરીદવામાં આવેલી ડ્રગ્સનો જથ્થા સાથે આર્યન ખાન(Aryan Khan)ની સાથે તે કેટલા સમયથી ડ્રગ્સ લઈ રહી છે તેનો જવાબ પણ માંગવામાં આવ્યો હતો. એનસીબીએ અનન્યા દ્વારા ડ્રગ પેડલેકરને કરેલા પેમેન્ટ મોડની વિગતો તેમજ લોકેશનની પણ માહિતી માંગી 
 
આર્યન સાથે થયેલી ચેટ પર NCBએ અ‍નન્યાને પૂછ્યા સવાલ 
 
ઉલ્લેખનીય છે કે અનન્યાના મોબાઈલ પરથી મળેલી ત્રણ મહત્વની ચેટ્સ પર NCB એ બે દિવસ સુધી તેની પૂછપરછ કરી હતી. 2018 અને 2019 ની વચ્ચે, તેમણે આર્યન ખાન સાથે ગાંજા વિશે વાતચીત કરી. એ ચેટ સામે આવ્યા પછી, NCB એ તેના બંને ફોન જપ્ત કર્યા છે.. તપાસ અધિકારીઓના ઘણા બધા સવાલો પર અનન્યાએ કહ્યું કે તેને કંઈપણ બરાબર યાદ નથી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનન્યા પાંડે પણ ગુરુવારે એનસીબી સમક્ષ પોતાનું નિવેદન નોંધવા માટે હાજર થઈ હતી. ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેને એનસીબી દ્વારા ગુરુવારે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.