રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (00:04 IST)

ઈરાનમાં કોની ચાલે છે? સર્વોચ્ચ નેતા કે રાષ્ટ્રપતિની?

ઈરાન એક એવો દેશ છે જ્યાંના રાજકીય માળખાને સમજવું ઘણું અઘરું છે. એક તરફ સર્વોચ્ચ નેતા દ્વારા નિયંત્રિત બિનચૂંટાયેલી સંસ્થાઓની જાળ છે. તો બીજી તરફ ઈરાની મતદારો તરફથી ચૂંટાયેલી સંસદ અને રાષ્ટ્રપતિ છે. આ બંને તંત્રો એકસાથે મળીને કામ કરે છે.
 
પરંતુ આ જટિલ રાજકીય વ્યવસ્થા કેવી રીતે ચાલે છે અને તેમાં સત્તાની ચાવી કોની પાસે હોય છે?
 
ઈરાની રાજવ્યવસ્થામાં સર્વોચ્ચ નેતાનું પદ સૌથી તાકાતવર મનાય છે. વર્ષ 1979માં થયેલી ઇસ્લામિક ક્રાંતિ બાદથી અત્યાર સુધી માત્ર બે લોકો સર્વોચ્ચ નેતાના પદ સુધી પહોંચ્યા છે.
 
તેઓ પૈકી પ્રથમ ઈરાની ગણતંત્રના સંસ્થાપક અયાતુલ્લાહ રુહોલ્લા ખુમૈની હતા અને બીજા તેમા ઉત્તરાધિકારી વર્તમાન અયાતોલ્લાહ અલી ખામેનેઈ છે. ખુમૈની શાહ મોહમ્મદ રઝા પહેલવીના શાસનનો તખ્તાપલટો થયા બાદ ઈરાન રાજકીય માળખાના સર્વોચ્ચ પદે બિરાજમાન થયા.
 
સર્વોચ્ચ નેતા ઈરાનની સશસ્ત્ર સનાઓના પ્રધાન સેનાપતિ હોય છે. તેમની પાસે સુરક્ષાબળોનું નિયંત્રણ હોય છે. તેઓ ન્યાયપાલિકાના પ્રમુખો, પ્રભાવશાલી ગાર્ડિયન કાઉન્સિલના અડધા સભ્યો, શુક્રવારની નમાજના નેતાઓ, સરકારી ટેલિવિઝન અને રેડિયો નેટવર્કના પ્રમુકોની નિમણૂક કરે છે.
 
સર્વોચ્ચ નેતાની અબજો ડૉલરવાળી સંસ્થાઓ ઈરાની અર્થતંત્રના એક મોટા ભાગને નિયંત્રિત કરે છે.
 
અયાતોલ્લાહ અલી ખામેનેઈ વર્ષ 1989માં પૂર્વ સર્વોચ્ચ નેતા ખુમૈનીના મૃત્યુ બાદ સર્વોચ્ચ નેતા બન્યા હતા. સર્વોચ્ચ નેતા બન્યા બાદ ખામેનેઈએ સત્તા પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. તેમણે સત્તા-વિરોધી અવાજ ઊઠવા નથી દીધા.
 
ઈરાનમાં રાષ્ટ્રપતિપદ માટે દર ચાર વર્ષે ચૂંટણી થાય છે. ચૂંટણી જીતવાવાળી વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ બે કાર્યકાળ સુધી રાષ્ટ્રપતિ બની શકે છે.
 
ઈરાનના સંવિધાન પ્રમાણે રાષ્ટ્રપતિ ઈરાનમાં બીજી સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય છે. તેઓ કારોબારીના વડા હોય છે જેમની જવાબદારી સંવિધાનનું પાલન કરાવવાની છે.
 
આંતરિક નીતિઓથી માંડીને વિદેશનીતિમાં રાષ્ટ્રપતિની સારી એવી દખલ હોય છે. પરંતુ રાષ્ટ્રીય બાબતો પર અંતિમ નિર્ણય સર્વોચ્ચ નેતાનો જ હોય છે.
 
18 જૂનના રોજ ઈરાનના મતદાતાઓએ ઉદારવાદી ધાર્મિક નેતા અને રાષ્ટ્રપતિ હસન રુહાનીને ઉત્તરાધિકારી ચૂંટવા માટે મતદાન કર્યું છે. રુહાનીને પાછલી બે ચૂંટણીથી કટ્ટરપંથી વિરોધીઓ સામે એકતરફી જીત હાંસલ થઈ છે. બંને વખત રુહાનીએ પ્રથમ રાઉન્ડમાં જ પચાસ ટકા કરતાં વધુ વોટ હાંસલ કર્યા હતા.
 
રાષ્ટ્રપતિપદની દોડમાં સામેલ થઈ રહેલા તમામ લોકોને 12 ધર્મશાસ્ત્રીઓ અને કાયદા વિશેષજ્ઞોની સભા ગાર્ડિયન કાઉન્સિલ પાસેથી મંજૂરી મેળવવાની હોય છે.
 
આ ચૂંટણી માટે ગાર્ડિયન કાઉન્સિલે 590 ઉમેદવારો પૈકી માત્ર સાત લોકોને પોતાની મંજૂરી આપી હતી. આ સાત લોકોએ જ ચૂંટણીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. નોંધનીય છે કે એક પણ મહિલાને ચૂંટણીમાં ઊતરવાની અનુમતિ નહોતી અપાઈ.
 
આ સાત પૈકી ત્રણે મતદાનના બે દિવસ પહેલાં જ પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં. મતદાનના દિવસે કુલ ચાર ઉમેદવારો જ બાકી બચ્યા હતા.
 
તેહરાનમાં ઈરાની સંસદ મજલિસને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ હસન રુહાની
 
ઈરાનમાં 290 સભ્યોવાળી સંસદ મજલિસના સભ્યો દર ચાર વર્ષે સામાન્ય ચૂંટણીપ્રક્રિયા મારફતે ચૂંટી કાઢવામાં આવે છે. સંસદ પાસે કાયદો ઘડવાની શક્તિ હોય છે. આ સાથે વાર્ષિક બજેટને ખારિજ કરવાની પણ તાકાત છે.
 
સંસદ સરકારના રાષ્ટ્રપતિ અને મંત્રીઓને સમન કરી શકે છે અને તેમના વિરુદ્ધ મહાભિયોગનો કેસ પણ ચલાવી શકે છે. જોકે, સંસદ પાસે તમામ કાયદાઓને ગાર્ડિયન કાઉન્સિલની મંજૂરી મળવી આવશ્યક છે.
 
ગાર્ડિયન કાઉન્સિલથી 700 કરતાં વધુ સંભવિત ઉમેદવારો (મોટા ભાગે સુધારાવાદી અને ઉદારવાદી)ને અયોગ્ય જાહેર કરાયા બાદ કટ્ટરપંથીઓએ વર્ષ 2021ની સંસદીય ચૂંટણીઓમાં સારી એવી સરસાઈ હાંસલ કરી છે.
 
અહમદ જન્નતી ગાર્ડિયન કાઉન્સિંલ અને વિશેષજ્ઞોની સમિતિના પ્રમુખ છે
 
ઈરાનમાં ગાર્ડિયન કાઉન્સિલ સૌથી વધુ પ્રભાવશાળી સંસ્થા છે, જેનું કામ સંસદ દ્વારા પારિત તમામ કાયદાઓને મંજૂરી આપવાનું કે રોકવાનું છે.
 
આ સંસ્થા ઉમેદવારોને સંસદીય ચૂંટણી કે વિશેષજ્ઞોની સમિતિ માટે થનારી ચૂંટણીઓમાં પોતાનું ભાગ્ય અજમાવવાથી પ્રતિબંધિત કરી શકે છે.
 
આ કાઉન્સિલમાં છ ધર્મશાસ્ત્રી હોય છે, જેમની નિયુક્તિ સુપ્રીમ નેતા કરે છે. આ સાથે જ છ ન્યાયાધીશ હોય છે જેઓ ન્યાયપાલિકા દ્વારા પદનામિત હોય છે અને તેમનાં નામોને સંસદ મંજૂરી આપે છે.
 
સભ્યોની ચૂંટણી છ વર્ષના અંતરે ચરણબદ્ધ રીતે થાય છે, જેમાં દરેક સભ્ય ત્રણ વર્ષે બદલાતા રહે છે.
 
આ કાઉન્સિલમાં કટ્ટરપંથીઓ બહુમતીમાં છે. જેમાં ચૅરમૅન અયાતોલ્લાહ અહમદ જન્નતી પણ સામેલ છે.
 
આ એક 88 સભ્યોની મજબૂત સંસ્થા છે, જેમાં ઇસ્લામિક સંશોધકો ઉલેમા સામેલ છે. આ સંસ્થાનું કામ સર્વોચ્ચ નેતાની નિમણૂકથી માંડીને તેમના પ્રદર્શન પર નજર રાખવાનું હોય છે.
 
જો સંસ્થાને લાગે કે સુપ્રીમ નેતા પોતાનું કામ કરવામાં સક્ષમ નથી તો આ સંસ્થા પાસે સુપ્રીમ નેતાને હઠાવવાની શક્તિ પણ છે.
 
જોકે, સુપ્રીમ નેતાના નિર્ણયોને પડકારવામાં આવ્યા હોય તેવું ક્યારેય બન્યું નથી. પરંતુ 82 વર્ષીય અયાતોલ્લાહ અલી ખામેનેઈના સ્વાસ્થ્યને લઈને સતત વ્યક્ત કરાઈ રહેલી ચિંતાઓના કારણે આ સંસ્થા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
 
જો સર્વોચ્ચ નેતાનું મૃત્યુ થઈ જાય તો આ સંસ્થા ગુપ્ત ચૂંટણી આયોજિત કરે છે. જેમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરનાર વ્યક્તિને ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવે છે. સંસ્થાના સભ્યોની ચૂંટણી દર આઠ વર્ષે થાય છે.
 
આ પહેલાં વર્ષ 2016માં ચૂંટણી થઈ હતી, જ્યારે ઉદારવાદીઓ અને સુધારાવાદીઓને 60 ટકા કરતાં વધારે બેઠકો જીતી લીધી હતી. જ્યારે આ પહેલાં ચૂંટણીમાં તેમને 25 ટકા બેઠકો જ મળી હતી. સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અયાતોલ્લાહ અહમદ જન્નતી છે, જેઓ એક કટ્ટરપંથી અને ગાર્ડિયન કાઉન્સિલના પ્રમુખ છે.
 
આ કાઉન્સિલ સુપ્રીમ નેતાને સલાહ આપે છે. કાયદાકીય બાબતોમાં ગાર્ડિયન કાઉન્સિલ અને સંસદ વચ્ચે વિવાદ થાય ત્યારે આ સંસ્થાને નિર્ણય કરવાનો અધિકાર છે.
 
સર્વોચ્ચ નેતા આ કાઉન્સિલના તમામ 45 સભ્યોની નિયુક્તિ કરી છે, જેઓ જાણીતી ધાર્મિક, સામાજિક અને રાજકીય હસ્તીઓ હોય છે.
 
સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અયાતોલ્લાહ સાદેક અમોલી લારિજની છે જેઓ એક કટ્ટરપંથી વ્યક્તિ છે અને ન્યાયપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે.
 
'છોકરી થઈને છોકરી સાથે લગ્ન કરી લીધાં તો શું થઈ ગયું?'
 
ઇબ્રાહીમ રઈસી 2019થી ઈરાનની સુપ્રીમ કોર્ટના પ્રમુખ છે
 
ઈરાનના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ સર્વોચ્ચ નેતા કરે છે. મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ નેતા પ્રત્યે જ ઉત્તરદાયી હોય છે.
 
તેઓ દેશની ન્યાયપાલિકાના પ્રમુખ હોય છે. આ પદ અંતર્ગત આવનારી અદાલતો ઇસ્લામી કાયદાના પાલન અને વિધિ અનુસાર નિતીઓને પરિભાષિત કરે છે. મુખ્ય ન્યાયાધીશ ઇબ્રાહીમ રઈસી, જેઓ કે કટ્ટરપંથી ઉલેમા છે, ગાર્ડિયન કાઉન્સિલમાં છ મૂળ સભ્યોને પદનામિત કરે છે.
 
ન્યાયપાલિકાએ સુરક્ષા અને ગુપ્ત વિભાગની સાથે મળીને વિરોધી અવાજો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. માનવાધિકાર કાર્યકર્તા અવારનવાર ન્યાયપાલિકા પર વિચિત્રપણે પરિભાષિત કરાયેલ રાષ્ટ્રીય સુરક્ષા મામલામાં જેમની ધરપકડ કરાય છે તેવા લોકો વિરુદ્ધ અનુચિત રીતે કાયદાકીય મામલા ચલાવવાના આરોપ લગાવે છે.
 
2020માં ઈરાન થયેલી સંસદીય ચૂંટણીમાં ઈરાની ક્રાંતિ બાદ સૌથી ઓછું મતદાન થયું હતું
 
ઈરાની 8.3 કરોડ વસતીમાં લગભગ 5.8 કરોડ મતદારો એટલે કે 18 વર્ષની ઉંમર પૂરી કરી ચૂકેલા લોકો મતદાન કરી શકે છે.
 
મતદારોમાં યુવાનો વધુ સંખ્યામાં છે. અડધા કરતાં વધારે વસતી 30 વર્ષ કરતાં ઓછી ઉંમરની છે. વર્ષ 1979માં ઇસ્લામિક ક્રાંતિ થયા બાદ મતદાર ટકાવારી 50 ટકા કરતાં વધુ જ રહી છે.
 
જોકે, 2021ની સંસદીય ચૂંટણીઓમાં અર્થતંત્રની ખરાબ હાલત અને ઉલેમાના અસંતોષનું કારણ મોટા ભાગના લોકો મતદાનથી દૂર રહ્યા હોય તેવું દેખાયું હતું.
 
ચીન અવકાશમાં તૈયાર કરશે 'ઘર', ત્રણ અવકાશયાત્રીઓ અંતરિક્ષ જવા રવાના
જો બાઇડન અને પુતિન વચ્ચે મુલાકાત, શું સમજૂતી થઈ?
 
ઈરાનની સશસ્ત્ર સેનાઓમાં ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી) અને સામાન્ય સેના છે.
 
આઈઆરજીસીનું ગઠન ક્રાંતિ બાદ ઇસ્લામિક સિસ્ટમની રક્ષા અને સામાન્ય સેના સમાંતર શક્તિ સ્થાપિત કરવાના હેતુથી કરાઈ હતી. હવે તે એક વ્યાપક સશસ્ત્ર, રાજકીય અને આર્થિક શક્તિ બની ગઈ છે, જેના સર્વોચ્ચ નેતા સાથે નિકટના સંબંધો હોય છે.
 
રિવૉલ્યૂશનરી ગાર્ડ પાસે પોતાની ભૂમિદળ, નૅવી અને ઍરફૉર્સ છે. ઈરાનના રણનીતિગત હથિયારોની દેખરેખનું કામ આ જ સંસ્થા પાસે છે.
 
આ સંસ્થા પૅરામિલિટરી બેસિઝ રેસિસ્ટેન્સ ફૉર્સને પણ નિયંત્રિત કરે છે જેણે આંતરિક વિરોધને કચડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
તમામ વરિષ્ઠ આઈઆરજીસી અધિકારીઓ અને સૈન્ય કમાન્ડરોની નિયુક્તિ સુપ્રીમ નેતા કરે છે જેઓ પ્રધાન સેનાપતિ પણ છે. આ કમાન્ડર અને અધિકારી માત્ર સુપ્રીમ નેતા પ્રત્યે જવાબદાર છે.
 
મંત્રીમંડળના સભ્ય કે મંત્રીપરિષદની ચૂંટણી રાષ્ટ્રપતિ કરે છે. જેમનાં નામોને સંસદ પાસેથી મંજૂરી મળે એ જરૂરી છે.
 
જોકે, મંત્રીઓ પર પણ અભિયોગનો કેસ ચાલી શકે છે. આ મંત્રીમંડળના અધ્યક્ષ રાષ્ટ્રપતિ કે પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ હોય છે જેઓ મંત્રીમંડળ સાથે જોડાયેલા મામલાઓ માટે જવાબદાર હોય છે.