શુક્રવાર, 16 મે 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન
Black Seed for Belly Fat: ફુગ્ગા જેવા પેટને ચપટુય કરવા માટે રોજ કાળા બીજનુ સેવન કરો. તેને લીધા પછી કોઈ કસરત નહી કરવી પડે કે ન તો કોઈ સપ્લીમેંટ લેવા પડશે.
Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.
જ્યારે આપણે આપણા ઘરમાં નાના પગલાઓનો અવાજ સાંભળીએ છીએ, ત્યારે ફક્ત એક બાળક જ નહીં પણ ઘણો પ્રેમ, આશાઓ અને સપનાઓની એક નવી દુનિયા પણ આવે છે. દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમના નાના રાજકુમારનું નામ ખૂબ જ ખાસ હોય, એવું નામ જે ફક્ત સુંદર જ ન દેખાય પણ સંસ્કૃતિ અને શાહી ભવ્યતાની ઊંડાઈને પણ પ્રતિબિંબિત કરે. જો તમે પણ તમારા પુત્ર માટે એવું નામ શોધી રહ્યા છો જે રાજાના ગૌરવને પ્રતિબિંબિત કરે, તો આ યાદી તમારા માટે છે.
Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો
Chanakya Neeti in Gujarati : ચાણક્યની આ નીતિઓ ફક્ત આર્થિક દિશા જ નથી આપતી પણ જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન અને સફળતાના સૂત્ર આપે છે. જો આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આર્થિક સમસ્યાઓ દૂર થવા ઉપરાંત જીવનમાં સ્થિરતા અને સમ્માન પણ સુનિશ્ચિત કરી શકાય છે.
ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી
આ માટે, સૌ પ્રથમ તમારે એક વાસણમાં સોજી, દહીં, મીઠું અને પાણી મિક્સ કરવું પડશે. હવે તેનું સ્મૂધ બેટર બનાવો. અને તેને સારી રીતે હરાવો. આ પછી, આ બેટરને થોડી વાર ફૂલવા માટે છોડી દો. લગભગ અડધા કલાક પછી, ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરો અને તેને મિક્સ કરો.
Child story - ચાર મિત્રો
રમેશના ત્રણ મિત્રો તેના ઘરે આવ્યા હતા. બધા મિત્રો ઘણા સમય પછી ભેગા થયા હતા. તે દિવસે હવામાન ખૂબ જ ખુશનુમા હતું. આકાશમાં કાળા વાદળો ભેગા થઈ રહ્યા હતા. વરસાદની ઋતુ આવી ગઈ હતી. રમેશની માતાએ ઘરના આંગણામાં ખુરશીઓ અને ટેબલ ગોઠવ્યા હતા અને તેના મિત્રોને ગરમાગરમ ચા અને તળેલા પકોડા પીરસતી હતી. તેના મિત્રો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.
વીડિયો
Watch More Videos
નવીનતમ
હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે
Honeymoon Tour Package - હવે તમારે તમારા હનીમૂન માટે ટૂર પેકેજ દ્વારા મુસાફરી કરતા પહેલા બે વાર વિચારવાની જરૂર નથી. કારણ કે, ભારતીય રેલ્વે તરફથી એક પછી એક ટૂર પેકેજો લાઇવ થઈ રહ્યા છે. આ રોમેન્ટિક ટૂર પેકેજોમાં બસ ટિકિટ બુક કરો, આ પછી તમારે પ્રવાસ માટે કોઈ પ્લાનિંગ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ ધ્યાનમાં રાખો કે દરેક પેકેજમાં સુવિધાઓ અલગ અલગ હોય છે.
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ
Navya Naveli Nanda Photos: અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે ચાહકોને તેના કેમ્પસની એક ઝલક બતાવી છે. તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે
પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ
આજે રિલીઝ થયેલી ફિલ્મ સિતારે જમીન પરના ટ્રેલરની રિતેશ દેશમુખે પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં રિતેશની પત્ની જેનેલિયા આમિર ખાન સાથે જોવા મળશે.
ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો
પતિ - હું આ જીવનથી કંટાળી ગયો છું! હે પ્રભુ, મને ઉપાડી લો
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
એક માણસ એક રેસ્ટોરન્ટમાં જાય છે અને બેસે છે. બધી વેઇટ્રેસ એકદમ સુંદર છે. એક ખૂબ જ સેક્સી વેઇટ્રેસ, ખૂબ જ ટૂંકા સ્કર્ટ અને ગોરા પગ ,
ધર્મ
Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ
Ekdant Sankashti Chaturthi: હિન્દુ ધર્મમાં, સંકષ્ટી ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની પૂજા માટે ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી દર મહિને આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી 16 મે ના રોજ ઉજવવામાં આવશે.
Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે
વૈદિક જ્યોતિષમાં, એવું માનવામાં આવે છે કે અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. શનિવારને શનિદેવ અને શનિ ગ્રહનો દિવસ માનવામાં આવે છે, જ્યારે રવિવાર સૂર્ય દેવને સમર્પિત છે. સૂર્ય દેવને ઉર્જા, આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનનો પ્રિય રંગ લાલ છે અને જો તમે રવિવારે લાલ રંગના કપડાં પહેરો છો, તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી
ધાર્મિક ગ્રંથોમાં કેટલીક તિથિઓ અને તહેવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર ભૂલથી પણ રોટલી ન બનાવવી જોઈએ. જો કોઈ આવું કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. ચાલો જાણીએ આવી જ કેટલીક તારીખો અને તહેવારો વિશે...
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા
Budhwa Mangal 2025: જેઠ મહિનાના મંગળવારને મોટો મંગળ અને બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભંડારા કરવાનુ પણ વિધાન છે. કહેવાય છે કે મોટો મંગળ ના દિવસે ભંડારા કરવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે.
Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવતા મંગળવારનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં આવતા મંગળવારને મોટા મંગળ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને તેમના મનોવાંછિત ફળ મળે છે.