સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (10:08 IST)

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, ક્યા વિસ્તારોમાં વરસશે?

ગુજરાતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMDના રિપોર્ટ પ્રમાણે 20 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને રાજ્યના બીજા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ આગાહી મધ્ય-પૂર્વ અરબ સાગર અને ઉત્તર અરબ સાગર, ઉત્તર કોંકણ અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે કરવામાં આવી છે.

બુધવારના રોજ પણ ગુજરાતના 63 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યો હતો.

બુધવારના રોજ રાત્રે આઠ વાગ્યા સુધી છોટા ઉદેપુરમાં સૌથી વધારે 50 mm વરસાદ પડ્યો હતો.

આ સાથે જ રાજ્યમાં આ વર્ષે 122% વરસાદ નોંધાયો છે.

ગુજરાત સિવાય મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદ પડ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુરુવારના રોજ પણ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. IMDએ મુંબઈ માટે રેડ ઍલર્ટ પણ જાહેર કર્યું છે.

વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકારે મુંબઈ, થાણે અને કોંકણની સ્કૂલ તેમજ કૉલેજોમાં રજાની ઘોષણા કરવામાં આવી છે.