સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (10:32 IST)

કરબલા : ઇરાકમાં મોહરમના જુલૂસમાં નાસભાગ, 31 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

ઇરાકી અધિકારીઓનું કહેવું છે કે મોહરમ નિમિત્તે નીકળેલા જુલૂસમાં નાસભાગ થવાથી ઓછામાં ઓછા 31નાં મૃત્યુ થયા છે.

ઇરાકના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ નાસભાગમાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.

મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી શકે છે એમ પણ તેમણે કહ્યું છે.

મોહરમ નિમિત્તે શિયા અને સુન્ની સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે આ નાસભાગ થઈ.

અહેવાલ મુજબ આશુરા એટલે કે મોહરમ-મહિનામાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

આ ભીડમાં એક વ્યકિતને ઠોકર વાગી અને પછી નાસભાગ મચી ગઈ.

ઈસ્લામ ધર્મના પયગંબર મહોમ્મદના નવાસા ઇમામ હુસેનની શહીદીની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.

7મી સદીમાં કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોનું એ સમયના શાસક યઝદની સેના સાથે યુદ્ધ થયું હતું.