બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 ઑગસ્ટ 2019 (09:45 IST)

IND vs WI : એ ભારતીય ખેલાડીઓ જેમના પર રહેશે સૌની નજર

IND vs WI : એ ભારતીય ખેલાડીઓ જેમના પર રહેશે સૌની નજર
વર્લ્ડ કપમાં હાર બાદ ભારતીય ટીમ પહેલી વખત મૅચ રમી હતી અને આ મૅચ સાથે જ ભારતીય ટીમના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસનો પ્રારંભ થયો.
ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ વિકેટકીપર બૅટ્સમૅન તરીકે રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉ ધોનીએ બીસીસીઆઈને એક પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ હાલ ક્રિકેટના એક પણ ફૉર્મેટ માટે તેઓ ઉપલબ્ધ નહીં હોય.
વેસ્ટ ઇન્ડીઝમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમશે.
 
રોહિત શર્મા કરી શકશે રનનો વરસાદ?
રોહિત શર્માએ વર્લ્ડ કપમાં અસામાન્ય ફૉર્મને આગળ ધપાવીને પાંચ સદી ફટકારી હતી.
2019ના વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બૅટ્સમૅનોની યાદીમાં રોહિત શર્મા 648 રન સાથે પ્રથમ ક્રમે હતા.
વર્લ્ડ કપમાં રોહિત શર્મા નવ મૅચ રમ્યા અને એમાં 140નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.
તેઓ સિરીઝ દરમિયાન 98.33ના સ્ટ્રાઇક રેટ સાથે રમ્યા હતા, વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ તેમની પાસે આશાઓ સેવાઈ રહી છે.
 
ભુવનેશ્વર કુમાર અને રવીન્દ્ર જાડેજા
 
ન્યૂઝીલૅન્ડ સામે વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરનાર રવીન્દ્ર જાડેજાની ત્રણેય શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે.
વર્લ્ડ કપમાં શરૂઆતમાં રમવાની જાડેજાને તક આપવામાં નહોતી આવી. રિપ્લેસમૅન્ટ તરીકે તેઓ વર્લ્ડ કપમાં આવ્યા અને ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં સારું પ્રદર્શન કર્યું.
ભુવનેશ્વર કુમાર વર્લ્ડ કપમાં માત્ર છ મૅચ જ રમી શક્યા હતા પણ કેટલીક મૅચમાં તેમની બૉલિંગ નિર્ણાયક રહી હતી. ભુવનેશ્વરે છ મૅચમાં 269 રન આપીને દસ વિકેટી લીધી હતી.
ધોનીની જગ્યાએ વિકેટકીપર રિષભ પંતને ત્રણેય શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે તેમની વિકેટકીપિંગ તથા બેટિંગ પર પણ નજર રહેશે.
 
ટી-20 માટેની ભારતીય ટીમ
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સાઇની.
વન-ડે માટેની ટીમ
વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ, રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સાઇની.
ટેસ્ટ માટેની ભારતીય ટીમ
વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપકપ્તાન), મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમાન વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.
 
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - કાર્યક્રમ
તારીખ અને સમય સ્થળ
પ્રથમ ટી-20 3 ઑગસ્ટ, રાત્રે 8 વાગ્યે ફ્લોરિડા
બીજી ટી-20 4 ઑગસ્ટ, રાત્રે 8 વાગ્યે ફ્લોરિડા
ત્રીજી ટી-20 6 ઑગસ્ટ, સાંજે 8 વાગ્યે ગુયાના
પ્રથમ વન-ડે 8 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે ગુયાના
બીજી વન-ડે 11 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે ત્રિનિદાદ
ત્રીજા વન-ડે 14 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે ત્રિનિદાદ
પ્રથમ ટેસ્ટ 22-26 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે એન્ટિગુઆ
બીજી ટેસ્ટ 30 ઑગસ્ટ-3 સપ્ટેમ્બર, રાત્રે 8 વાગ્યે જમૈકા