ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 23 માર્ચ 2019 (23:42 IST)

BJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે

ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ફરી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ સામેલ છે.આ 15 ઉમેદવારોમાં ભાજપે 14 સાંસદોને રિપીટ કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર તેમણે ઉમેદવાર બદલાવ્યા છે.

હજી ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે.
કઈ લોકસભા પર કોને ટિકિટ
ઉમેદવારનું નામ બેઠકનું નામ
વિનોદ ચાવડા કચ્છ
દીપસિંહ રાઠોડ સાબરકાંઠા
કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ
મહેન્દ્ર મુંજાપરા સુરેન્દ્રનગર
મોહન કુંડારિયા રાજકોટ
પૂનમબહેન માડમ જામનગર
નારણ કાછડિયા અમરેલી
ભારતી શિયાળ ભાવનગર
ખેડા દેવુસિંહ ચૌહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખ વસાવા
વડોદરા રંજનબહેન ભટ્ટ
બારડોલી પ્રભુ વસાવા
નવસારી સી. આર. પાટીલ
વલસાડ કે. સી. પટેલ
દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ આ યાદી જાહેર કરી હતી.ગુજરાતમાં ભાજપે લોકસભાના ઉમેદવારોની સાથે સાથે આવનારી વિધાનસભાની પેટાચૂંટણી માટેનાં નામો પણ જાહેર કર્યાં છે.

ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ફરી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ સામેલ છે.આ 15 ઉમેદવારોમાં ભાજપે 14 સાંસદોને રિપીટ કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર તેમણે ઉમેદવાર બદલાવ્યા છે.

હજી ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે.

દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ આ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાત સાથે અન્ય રાજ્યના ઉમેદવારોની પણ ઘોષણા કરવામાં આવી હતી.

ગુજરાતમાં હાલ 15 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો આજે જાહેર કર્યા છે. જ્યારે ગાંધીનગર બેઠક પર પહેલાંથી જ અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. જેથી ભાજપે ગુજરાતની કુલ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

આ અગાઉ ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી.વડોદરામાં રંજનબહેન ભટ્ટને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ હાલમાં સાંસદ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીથી જીત્યા હતા અને ત્યારબાદ તેમને વડોદરા બેઠક છોડી હતી અને રંજનબહેન ભટ્ટને ટિકિટ ફાળવવામાં આવી હતી.સુરેન્દ્રનગર બેઠકને બાદ કરતા અન્ય તમામ બેઠકો પર ઉમેદવારોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર મહેન્દ્ર મુંજાપુરાના નામની જાહેરાત કરાઈ છે, અગાઉ આ બેઠક પરથી ફતેપરા દેવજીભાઈ ગોવિંદભાઈ સાંસદ હતા.

 પરેશ રાવલ ચૂંટણી નહીં લડે

પરેશ રાવલ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોંધાવે, આ અંગે પરેશ રાવલે પણ ટ્વીટ કર્યું હતું. પરેશ રાવલે ટ્વીટમાં જણાવ્યું છે કે ચૂંટણી નહીં લડવાનું તેમણે જ પક્ષને જણાવ્યું હતું, જેથી આ મામલે એવો પ્રચાર કરવામાં ન આવે કે મને ટિકિટ આપવામાં નથી આવી.ગોવા તથા ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ત્રણ-ત્રણ ઉમેદવારોનાં નામોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે.
  • ધ્રાંગધ્રા - પરષોત્તમ સાબરિયા
  • જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
  • માણાવદર - જવાહર ચાવડા
વિધાનસભાની પેટાચૂંટણીમાં જાહેર કરાયેલા ત્રણેય ઉમેદવારો તાજેતરમાં જ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આ પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ હતી કે ઉમા ભારતી આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે.
પત્રકાર પરિષદમાં જણાવાયું એ પ્રમાણે ઉમા ભારતીએ પક્ષના અધ્યક્ષને પત્ર લખીને ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આગામી દિવસમાં સંગઠન મજબૂત બને એ દિશામાં કામ કરવાની તૈયારી બતાવી હતી. આ સાથે ઉમા ભારતીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું બનાવ્યાની જાહેરાત પણ કરાઈ હતી.