શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 14 ઑક્ટોબર 2019 (11:46 IST)

બીબીસી ન્યૂઝ એ GSTV પર લોંચ કર્યુ Click

બીબીસીએ ગુજરાતીમાં ગુજરાત સમાચાર ટેલીવિઝન (GSTV)પર  તેમનો સાપ્તાહિક ફ્લેગશિપ ટેકનોલોજી પ્રોગ્રામ શરૂ કર્યો 
 
ક્લીક ગુજરાતી પ્રેક્ષકોને નવીનતમ તકનીકી સમાચાર અને તકનીકી અને ઇન્ટરનેટની ઝડપી વિકાસશીલ વિશ્વ નવીનતાઓ સાથે અપડેટ કરશે. . તે બધા તાજેતરના વિશ્વભરના ગેજેટ્સ, વેબસાઇટ્સ, રમતો અને કમ્પ્યુટર-ઉદ્યોગના સમાચારો માટે માર્ગદર્શિકા તરીકે સેવા આપશે.
 
બીબીસી વર્લ્ડ સર્વિસના બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર સિમોન કેન્ડલ કહે છે, "મને એ વાતથી આનંદ થયો કે 
બીબીસીની તકનીકી અને નવીનતાઓનો કાર્યક્રમ ક્લિક હવે આપણા ગુજરાતીઓ માટે ઉપલબ્ધ થશે
ગુજરાતી ટીવી પ્રેક્ષકો જેમણે પહેલા જ અમારા પાર્ટનર જીએસટીવી પર બીબીસી ન્યુઝ બુલેટિનને આવકાર્યુ છે તેમની સાથે ઊંડા સંબંધ બનાવવાની દિશામાં આ પ્રોગ્રામ  તકનીકી સમજશક્તિ ધરાવતા ઉદ્યોગ સાહસિકો માટે એક શ્રેષ્ઠ  પગલું છે" 
 
 
જીએસટીવીના મેનેજિંગ એડિટર શ્રેયંસ શાહ કહે છે,  "જીએસટીવી સાથે બીબીસી ન્યુઝ ગુજરાતીની નવા ક્લિક શો સાથે અમારી ભાગીદારીના વિસ્તાર પર આનંદ અનુભવીએ છીએ જીએસટીવી તેમા વિશ્વાસ કરે છે જે પત્રકારત્વમાં કંઈક નવુ કરે છે.  આ ગુજરાતમાં સૌથી વિશ્વસનીય ટીવી ન્યૂઝ નેટવર્ક છે, અને 'ક્લિક'  એ અમારી ઉપલબ્ધતાઓમાં વધુ એક ઉમેરો છે. 
 
બીબીસી ન્યૂઝ ગુજરાતીના સર્વિસ એડિટર અંકુર જૈન કહે છે કે "તે ગુજરાતીઓના હૃદયની નજીક અસરકારક વૈશ્વિક સમાચાર કે સ્ટોરી હોઈ શકે. બીબીસી ન્યુઝ ગુજરાતી 'સમાચાર' એ દુનિયાને GSTVના પ્રેક્ષકો સામે મુકી છે. અમારું લક્ષ્ય ક્લિક સાથે દુનિયાની વિજ્ઞાનને લગતી રસપ્રદ તેમજ તકનીકી સ્ટોરીઝ લોકો સામે લાવવાનુ છે. ગુજરાતના કચ્છમાં નવીનીકરણીય એનજ્રીની પહેલ હોય કે પછી અમેરિકન રોબો લેબમાં માનવીય રોબર્ટ્સ, 'ક્લિક' પ્રેક્ષકોને કદી ન જોયેલી અને રસપ્રદ એક અલગ દુનિયામાં લઈ જશે. 
 
12 ઓક્ટોબરથી 'ક્લિક'  ને દર શનિવારે 9.30 વાગ્યે  અને તેનો રીપીટ ટેલીકાસ્ટ રવિવારે 5.30 વાગે GSTV પર જોઈ શકાશે.