Monsoon Baby Names: શ્રાવણની રીમઝીમ સાથે જોડાયેલા 10 અનોખા અને ટ્રેંડિંગ બાળકોના નામ
Monsoon Baby Names: શ્રાવણનો મહિનો અને રિમઝિમ વરસાદના ટીપા મન મોહી લે છે. જો તમને પણ આ ઋતુ સાથે ખાસ પ્રેમ છે અને ચાહો છો કે તમારા બાળકનુ નામ શ્રાવણના વરસાદના ટીપાની જેમ સુંદર અને અનોખા હોય તો આ 10 નામ આઈડિયાઝ તમને ખૂબ કામ આવશે. આ નામ ફક્ત સાંભળવામાં જ મઘુર નથી પણ તેનો અર્થ પણ શ્રાવણની પવિત્રતા અને સુંદરતાને દર્શાવે છે.
પુત્રી, દિકરી કે કન્યા માટે નામ
વૃષ્ટિ - આ સીધુ સાદુ નામ વરસાદનો પર્યાય છે. આ તમારી પુત્રીના જીવનમાં ખુશહાલી અને શીતળતાનુ પ્રતીક બની શકે છે.
મેઘાંશી - મેઘ એટલે વાદળનો અંશ. આ નામ વાદળોમાંથી વરસતા ટીપાની કોમળતા અને પવિત્રતાને દર્શાવે છે.
ફુહાર - વરસાદના હળવા મનમોહક ટીપા માટે આ એક સુંદર અને પારંપારિક નામ છે જે ખૂબ જ યૂનિક પણ છે.
રિમઝિમ - વરસાદની હલકી ધ્વનિ સાથે જોડાયેલ આ નામ સાંભળવામાં ખૂબ મઘુર અને આકર્ષક લાગે છે.
નીરા - નીર મતલબ પાણીથી બનેલુ આ નામ શ્રાવણની શુદ્ધતા અને જીવનદાયિની શક્તિનુ પ્રતિક છે.
છોકરાઓ માટે નામ
મેહુલ - આ નામ બાદલ કે બારિશ સાથે જોડાયેલુ છે. આ એક ક્લાસિક નામ છે જે આજે પણ પસંદ કરવામાં આવે છે.
જલદ - જલ આપનારુ, મતલબ વાદળ, આ નામ પ્રકૃતિની દેન અને જીવનના સ્ત્રોતને દર્શાવે છે.
પયોદ - પય એટલે પાણી આપનારુ, જેનો અર્થ પણ વાદળ થાય છે. આ નામ શક્તિ અને શીતળતાનુ પ્રતીક છે.
નીરવ - જો કે તેનો સીધો અર્થ શાંત થાય છે પણ આ નામ વરસાદ પછીની શાંત અને શુદ્ધ પ્રકૃતિ સાથે જોડાણ દર્શાવે છે.
ઉદક - આ સંસ્કૃત શબ્દ પાણી માટે ઉપયોગમાં લેવાય છે. આ એક નાનકડુ, સુંદર અને અપ્રચલિત નામ છે જે તમારા પુત્રને અનોખી ઓળખ આપશે.