શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : સોમવાર, 2 મે 2022 (13:07 IST)

Akshaya Tritiya- અક્ષય તૃતીયાના દિવસે આ રીતે સિક્કા ઉછાળવાથી થશે સમૃદ્ધિની પ્રાપ્તિ

અક્ષય તૃતીયાનો તહેવારમાં જ્વેલરી શોપિંગને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. ભારતીય કાલ ગણના મુજબ ચાર મુહુર્તને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાથી એક મુહૂર્ત અક્ષય તૃતીયા પણ છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા કહે છે. અક્ષયનો મતલબ છે જેનો ક્ષય ન થાય. જે સાર્વભૌમ હોય જે સદા માટે હોય. આ હિસાબથી આ મુહુર્તમાં કરવામાં અવેલ બધા કામ ક્યારેય પણ પોતાનુ ચમક ગુમાવતા નથી. 
 
આ વર્ષે અખાત્રીજે અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. આવુ પુરા એક દસકા પછી થઈ રહ્યુ ક હ્હે. આ વખતે 4 ગ્રહ સૂર્ય શુક્ર ચંદ્ર નએ રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરશે.  માનવ જીવન પર તેનો પ્રભાવ સારો રહેશે. તેથી આ વખતે જેટલી ખરીદી કરશો તેટલી સમૃદ્ધિ આવશે. 
 
મિત્રો એવુ કહેવાય છે કે ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ આ તિથિના દિવસે અવતાર લીધો હતો.  આ દિવસે સૂર્ય ચંદ્રમા અને ગુરો એક સાથે મળીને ચાલે છે. તેથી આ સમયને દરેક પ્રકારના કામ કરવા માટે શુભ માનવામાં આવે છે.   આ દિવસે ગ્રહોને અનુકૂળ ન થતા પણ તેના દોષ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે.  
 
આ દિવસે કરશો એક ઉપાય તો સમૃદ્ધિ દોડી આવશે 
અનેક લોકો અખાત્રીજના દિવસે લક્ષ્મી મંદિરમાં જઈને બધી દિશામાં સિક્કા ઉછાળે છે. એવુ કહેવાય છે કે બધી દિશામાં સિક્કા ઉછાળવાથી બધી દિશાઓમાંથી સમૃદ્ધિની પ્રાપ્તિ તહય છે. 
 
આજના દિવસે સમાપ્ત થયુ હતુ મહાભારત 
આ ઉપરાંત એવુ પણ કહેવાય છે કે મા ગંગાનુ અવતરણ અને મા અન્નપૂર્ણાનો જન્મ પણ આ શુબ દિવસે થયો હતો. મહાભારતનુ લાંબુ યુદ્ધ પણ આ દિવસે સમાપ્ત થયુ હતુ. આ ઉઅપ્રાંત કુબેરને અખાત્રીજના દિવસે જ ખજાનો હાસિલ થયો હતો.  
 
દાન આપવાનુ છે વિશેષ મહત્વ 
જ્યા સુધી અક્ષય તૃતીયાની વાત છે તો પૌરાણિક કથાઓમાં સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગની ઉત્પત્તિ વિશે વિસ્તારથી બતાવ્યુ છે.  એવુ કહેવાય છે કે ત્રેતાયુગની શરૂઆત પણ અક્ષય તૃતીયાથી થઈ હતી. તેથી આ દિવસેન યુગાર્દ તિથિના નામથી પણ ઓળખવામાં આવે છે.  આ દિવસે જેટલુ મહત્વ નવુ કામ શરૂ કરવાનુ છે તેનાથી વધુ મહત્વ આ દિવસે દાન કરવાનુ માનવામાં આવે છે.